તાપી જિલ્લામાં ધોરણ ૧૦નું પરિણામ ૮૧.૮૧ ટકા : કુલ ૬૩૬૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લામાં વર્ષ-૨૦૨૫ માં કુલ ૬૩૬૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા છે.
તાપી જિલ્લામાં વર્ષ-૨૦૨૫ માં કુલ ૭૭૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.જે માંથી કુલ ૬૩૬૮ વિદ્યાર્થીઓ પાસ જ્યારે ૧૪૧૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામમાં ૧૦૨ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ અને ૫૧૬ વિદ્યાર્થીએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. આમ તાપી જિલ્લાનું પરિણામ ૮૧.૮૧ ટકા છે.જ્યારે ગુજરાત રાજ્યનું પરિણામ ૮૩.૦૮ ટકા છે.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.