મોટામિયા માંગરોળની કેઆઈએમ ટ્રસ્ટ સંચાલિત એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ 89.83 ટકા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગઈકાલે જાહેર કરવામાં આવેલ એચ.એસ.સી.નાં પરિણામ કે જેમાં કે.આઈ. મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનાં સામાન્ય પ્રવાહનું પરિણામ 89.83 ટકા આવેલ છે. સદર બોર્ડની પરીક્ષામાં 59 વિદ્યાર્થીનીઓમાંથી 53 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે. બોર્ડનું પરિણામ 93.07 ટકા અને કેન્દ્રનું પરિણામ 81.97 ટકા આવેલ છે. રાવત જેનબ યુસુફે 700 માંથી 597 ગુણ મેળવી 85.28 ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. જ્યારે સફીરા ઝુબેર રંદેરાએ 700 માંથી 585 ગુણ મેળવી 83.57 ટકા સાથે શાળામાં દ્વિતીય ક્રમ મેળવેલ છે. જ્યારે વસાવા જાગૃતિ ફકીરભાઈએ 700 માંથી 577 ગુણ મેળવી 82.42 ટકા મેળવી શાળામાં તૃતિય ક્રમ મેળવેલ છે. આ તમામ વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાનાં શિક્ષકગણ સહિત તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
