સાયણની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયનાં શિક્ષક જશવંત પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડનાં સાયણ નગર સ્થિત શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં છેલ્લાં ૩૩ વર્ષથી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતાં જશવંતભાઈ લલ્લુભાઈ પટેલ વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમારોહ મંડળનાં પ્રમુખ હરીશભાઈ માળીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમને દીપાવવા મંડળનાં પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારો, શાળાનાં તમામ વિભાગનો સ્ટાફગણ, ગામનાં સરપંચ, અગ્રણીઓ, મિત્રમંડળ સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમનાં ભાગરૂપે શાળા સંચાલક મંડળ અને શાળા પરિવાર તરફથી નિવૃત્ત શિક્ષક જશવંતભાઈ પટેલનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા સ્મૃતિભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળનાં પ્રમુખ હરીશભાઈ માળી, ઉપપ્રમુખ દર્શનભાઈ નાયક, મંત્રી રાકેશભાઈ પટેલ, મંડળનાં ટ્રસ્ટી પ્રવિણભાઈ ટેલર, હાઈસ્કૂલનાં આચાર્ય સુરેશભાઈ હિરપરા સહિત ઉપસ્થિત અગ્રણીઓએ જશવંતભાઈ પટેલની સેવા, સ્વભાવ તથા સંકલન ભાવનાની સરાહના કરી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પોતાનાં પ્રતિભાવમાં સન્માનિત શિક્ષક જશવંતભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી શાળાને રૂ.૧,૧૧,૧૧૧ નાં માતબર દાનની જાહેરાત કરી હતી. આ તકે તેઓ ફરજ દરમિયાનની અતરંગ વાતોને વાગોળી ભાવવિભોર થયાં હતાં. આ સાથે ઉપસ્થિત તેમનાં ધર્મપત્ની કિર્તીબેન પટેલ આયોજકોનો આભાર વ્યક્ત કરતાં ગદગદિત થયાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પટેલે કર્યુ હતું જ્યારે આભારવિધિ હરીશભાઈ પટેલે આટોપી હતી.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *