ધો.૯ અને ૧૧માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સ્કોલરશીપ ટેસ્ટ વ્યારામાં યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધો.૧૧ સાયન્સ/આર્ટસમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના પ્રવેશ માટે સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન તા.૧૯/૦૪/૨૦૨૫નાં રોજ તથા બીજી ધો. ૯ માં ગુજરાતી/અંગ્રેજી બંને માધ્યમ માટે તા.૨૯/૦૪/૨૦૨૫નાં રોજ સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારામાં કરવામાં આવેલ છે.સ્કોલરશીપ ટેસ્ટનો સમય સવારે ૧૦ કલાકે રહેશે. ધો.૯માં પ્રવેશ માટે ધો.૮ નું ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને જી.કે નાં કુલ ૧૦૦ MCQ પ્રકારના પ્રશ્નો રહેશે. ધો.૧૧ સાયન્સ/આર્ટસમાં પ્રવેશ માટે ધો.૧૦નું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના કુલ ૧૦૦ MCQ પ્રકારના પ્રશ્નો રહેશે. કોઈપણ શાળાના SC/ST/OBC/General બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ ટેસ્ટ આપી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના રહેલ ટેલેન્ટના આધારે આ ટેસ્ટમાં ૧ થી ૩૦ સુધીમાં ક્રમાંક મેળવી આ સ્કોલરશીપ ટેસ્ટનો લાભ લઈ શકે છે. સ્કોલરશીપ ટેસ્ટમાં ૧ થી ૧૦મો ક્રમાંક મેળવનારને ૧૦૦% શિક્ષણ ફી માફી, ૧૧ થી ૨૦મો ક્રમાંક મેળવનારને ૫૦% અને ૨૧ થી ૩૦મો ક્રમાંક મેળવનારને ૨૫% શિક્ષણ ફીમાં માફી આપવામાં આવશે. વધુ માહિતી માટે કે, વિદ્યાર્થીઓના નામ નોંધાવવા માટે માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, રીધમ હોસ્પીટલની પાછળ, વ્યારા ખાતે રૂબરૂ આવી કે સ્કૂલની સોશિયલ મીડિયા પેજ maashivduti_school_official પર કે ફોન નં. 9925156898 કરીને માહિતી મેળવી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.