ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) ; ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં અગ્રણીઓ, દાતાઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ સહિત વાલીજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાનાં આચાર્ય દિનેશચંદ્ર પટેલે ઉપસ્થિત મહેમાનોને આવકારી ધોરણ 8 નાં બાળકોને માધ્યમિક શિક્ષણ માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે વિધાર્થીઓએ સ્ટાફગણનાં આશીર્વચન મેળવ્યા હતાં. વિદાય લઈ રહેલ બાળકોએ શાળાને સ્મૃતિભેટ અર્પણ કરી પોતાનું ઋણ અદા કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.