પાલેજ ખાતે સંવેદના પર્વમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તી રચિત ‘સંવેદનાનો સેતુ’ પુસ્તકનું મહાનુભવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, કરંજપારડી) : ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો , આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) સાહેબનો વાર્ષિક ઉર્સ – મેળાના બીજા દિવસે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આયોજિત સંવેદના હૃદયથી હૃદય સુધી વહેતી લાગણીઓની સરિતા કાર્યક્રમ તારીખ 12/4/25 ના શનિવારે રાત્રે 10:00 કલાકે ચિશ્તીયાનગર કમ્પાઉન્ડ, રાજવલ્લભ ખ્વાજા મોટામિયાં ચિશ્તી (રહ.) માર્ગ, પાલેજ, જી. ભરૂચ, મુકામે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ-સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સાનિધ્યમાં ઉજવાતા સ્નેહ, સમાનતા અને માનવતાના પર્વમાં આદરણીય ડૉ. મતાઉદ્દીન ચિશ્તી – પીરઝાદા રચિત “સંવેદનાનો સેતુ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમા મુખ્ય અતિથિઓશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ (કવિ તથા પૂર્વ અધિક સચિવ : મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર), શ્રીમતી દેવાંશી જોષી (સ્થાપક અને સંપાદક જમાવટ મીડિયા), શ્રી સુભાષ ભટ્ટ (લેખક -વિચારક) અને શ્રી ચંદ્રમૌલિ શાહ (અરુણોદય પ્રકાશન) તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સૂફી કલામ તથા ભજનથી કરવામાં આવેલ હતી, ઉપસ્થિત મહાનુભવાનો પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરી દરેક મહાનુભવોનુ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યા બાદ મહેમાન શ્રીઓના હસ્તે સંવેદનાનો સેતુ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવેલ. ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવેલ કે જો આપણું જીવન સંવેદનાસહિત હશે તો એકબીજાના હદયમાં ઉતરી શકીશું પરંતુ જો જીવન સંવેદનારહિત હશે તો હદયમાંથી ઉતરી જઇશુ, સંવેદના સહિત જીવનથી નડતરરૂપ પ્રયાસ કરી કોઈના માર્ગમાં અવરોધ ઊભો નહી કરીએ, પરંતુ નવતર પ્રયાસ કરી કોઈના પથના પગથિયાં બની શકીશું, કોઈના હૃદયમાં ઉતરી જવું અને કોઈના હૃદયમાંથી ઉતરી જવું બંને શક્યતાઓનો આધાર સંવેદના છે.
શ્રીમતી દેવાંશી જોષી સ્થાપક અને સંપાદક જમાવટ મીડિયા એ જણાવેલ કે આજે સંવેદના ખૂટી છે એટલે જ આ પુસ્તક નુ વિમોચન થઈ રહ્યું છે. આજે બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે છે જે બદલ મને ખૂબ ખુશી થઈ છે તેઓનો પણ આભાર માનેલ હતો. પુસ્તકની પંક્તિઓની ટૂંક મા સમજ આપી હતી અને શુભેચ્છા પાઠવેલ હતી. શ્રી સુભાષ ભટ્ટ લેખક વિચારક તે જણાવેલ કે સિલસિલા એ ઈલ્મ, ઇશ્ક અને નૂર આ ત્રણેય ધારાનું આંગણું છે, સંવેદના સેતુ પુસ્તકમાં ઈલ્મ,ઇશ્ક અને નૂર પણ છે આ પુસ્તકમાં અલફતહ જેવી પળો છે જે માટે હું તેઓને શુભેચ્છા આપું છું.
મુખ્ય અતિથિઓ પૈકી શ્રી હર્ષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તીએ ખુબ સુંદર વિચારો મુકેલ છે, સંવેદના શબ્દને વાંચવું સમજવું અને જીવનમાં ઉતારવુ ખૂબ જરૂરી છે. આભાર વિધિ સિરહાનભાઈ કડીવાલા કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફુલસીંગભાઇ વસાવા એ કરેલ હતું. પાલેજ પોલીસ મથકના પીઆઇ કોમલબેન વ્યાસ દ્વારા ખૂબ જ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. સલીમભાઇ પટેલ તેમજ આયોજકો દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *