ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનાં હાઈસ્કૂલમાં પ્રવેશ સંદર્ભે ઓલપાડની તળાદ હાઈસ્કૂલનાં સ્ટાફગણનો સંનિષ્ઠ પ્રયાસ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ માં વિદ્યાર્થીઓનાં પ્રવેશ સંદર્ભે શાળાનાં માધ્યમિક વિભાગનાં આચાર્ય જયેશભાઈ પટેલ તથા સ્ટાફગણે આજુબાજુનાં ગામોની પ્રાથમિક શાળાઓની રૂબરૂ મુલાકાત કરી શાળા પરિવાર તથા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ યોજી હતી. આ તકે તેમણે તળાદ હાઈસ્કૂલનો શૈક્ષણિક ચિતાર તથા વિશિષ્ટતાઓ રજૂ કરી તેમને ઘરઆંગણે જ ગુણવત્તાસલક્ષી શિક્ષણ મેળવવા અંગે તાકીદ કરી હતી. આચાર્ય જયેશભાઈ પટેલ સહિત સ્ટાફગણને મુલાકાત સ્થળની દરેક શાળામાં હકારાત્મક આવકાર આપવામાં આવ્યો હતો. તેમનાં આ સરાહનીય પ્રયાસને અપેક્ષિત પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other