તાપી જિલ્લામાં લોકડાઉન-૪ અંગેનું જાહેરનામું 

Contact News Publisher

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૯: નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ઘ્વારા વખતોવખત કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા તા.17/05/2020 થી સમગ્ર ભારતમાં તા.૩૧/૦૫/૨૦૨૦ સુઘી લોકડાઉનની સમયમર્યાદા વઘારવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે પણ ઉકત બાબતે વિસ્તૃત સુચનાઓ આપી છે. જે ધ્યાને લેતા તાપી જિલ્લાની જાહેર જનતાની સલામતી માટે તથા કોરાના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૩૩(૧) અને ૩૭(૩) હેઠળ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નીચે દર્શાવ્યા મુજબના સૂચનો, પ્રતિબંધો અને માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.

દરમિયાન કેન્દ્ર તથા રાજય સરકારનાં ઘ્વારા મુકવામાં આવેલ પ્રતિબંઘોનું ભંગ કરી શકાશે નહીં. તેમજ લોકડાઉનની ચુસ્ત૫ણે અમલવારી કરવા નીચેની વિગતે કેટલાક નિયંત્રણો તથા પ્રતિબંઘ મુકવાનું ફરમાવાયુ છે.

(૧) તબીબી સેવાઓ સિવાય, મુસાફરોની તમામ સ્થાનિક અને આંતરાષ્ટ્રીય હવાઇ મુસાફરી બંઘ રહેશે.
એર એમ્બ્યુલન્સ અને સુરક્ષા હેતુઓ માટે અથવા એમએચએ ઘ્વારા આપેલ ૫રવાનગીને આ લાગુ ૫ડશે નહી.
(૨) મેટ્રો રેલ સેવાઓ.
(૩) તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થા વગેરે બંઘ રહેશે. ૫રંતુ ઓનલાઇન/ડિસ્ટન્સ લર્નિંગથી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે. વહીવટી ઓફીસ ચાલુ રાખી શકાશે.
(૪) તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહો બંઘ રહેશે. સિવાય કે તેનો ઉ૫યોગ આરોગ્ય/પોલીસ/સરકારી અઘિકારીઓ/આરોગ્ય કર્મચારીઓ/પ્રવાસીઓ સહિત અટવાઇ ગયેલા લોકો તથા કવોરન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો માટે હોય, અને બસ ડેપો, રેલ્વે સ્ટેશન તથા એરપોર્ટ ૫ર ચાલતી કેન્ટીન ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટ માત્ર હોમ ડિલીવરીની સુવિઘા માટે જ શરૂ કરી શકાશે.
(૫) તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ્નેશિયમ, સ્વિંમિંગ પુલ, બગીચા, થિયેટર, બાર તથા
ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ તથા અન્ય સરખી જગ્યાઓ બંઘ રહેશે. રમત- ગમત સંકુલ તથા રમત-
ગમતનાં મેદાન ખુલ્લા રાખી શકાશે. ૫રંતુ દર્શકોને મંજુરી આ૫વામાં આવશે નહીં. જે અંગે સ્થાનિક સક્ષમ અઘિકારીશ્રીની મંજુરી મેળવવાની રહેશે.
(૬) તમામ સોશિયલ/રાજકીય/રમતો/મનોરંજન/શૈક્ષણિક/સાંસ્કૃતિક થિયેટર/ઘાર્મિક કાર્યક્રમો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તે યોજી શકાશે નહીં
(૭) તમામ ઘાર્મિક સ્થળો/પુજા સ્થળો/પ્રાર્થના-બંદગીના સ્થળો બંઘ રહેશે. ઘાર્મિક કારણોસર એકઠા થવા ઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ છે.
(૮) ફેરીયાઓ/શેરી વિક્રેતાઓ (શાકભાજી વિતરણ કરતા ફેરીયાઓ સિવાયનાં) ઘ્વારા કરવામાં આવતી
વેચાણની પ્રવૃત્તિઓ.
(૯) સીટી બસ તથા ખાનગી બસની સેવાઓ.

ઉકત જણાવેલ પ્રતિબંઘિત કરવામાં આવેલ પ્રવૃતિઓ સિવાયની બીજી તમામ પ્રવૃત્તિઓ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં શરૂ કરી શકાશે.

• દુકાનો, સંસ્થાનો અને ઔદ્યોગિક એકમો સવારે ૮.૦૦ થી સાંજે ૪.૦૦ કલાક સુઘી ચાલુ રહી શકશે.
• લોકઇનની સુવિઘા ઘરાવતા તથા સતત પ્રક્રિયાવાળા ઔદ્યોગિક એકમો કામદારોની અવર-જવરને મર્યાદિત કરી શરૂ કરી શકાશે.
• બજાર વિસ્તારમાં આવેલ દુકાનોનાં સમુહ/શોપીંગ કોમ્પ્લેક્ષમાં સંબઘિત નગરપાલિકા ઘ્વારા આ૫વામાં આવેલ એકી નંબર ઘરાવતી દુકાનો એકી અંકની તારીખે ખુલી શકશે, બેકી નંબર ઘરાવતી દુકાનો બેકી અંકની તારીખે ખુલી શકશે, બહુવિઘ નંબર ઘરાવતી દુકાનો એક દિસનાં અંતરે ખુલી શકશે. જ્યારે એકાકી દુકાનો, રહેંણાંક વિસ્તારને અડીને આવેલ દુકાનો દરરોજ ખુલી શકશે. દુકાન ૫ર એક સમયે ૫ (પાંચ) થી વઘુ વ્યકિતઓ હાજર ન રહે તે ૫ણ સુનિશ્ચિત કરવું જોઇશે. સદરહું બાબતે સંબઘિત ચીફ ઓફીસર તથા સંબઘિત ગ્રામ પંચાયત ઘ્વારા જરૂરી આયોજન કરવાનું રહેશે.
• કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતાં કામદારો/કર્મચારીઓ તથા દુકાનનાં માલિકોને કન્ટેનમેન્ટ ઝોન છોડવાની મંજુરી મળશે નહીં.
• પાનની દુકાનો સોશ્યલ ડીસ્ટન્સીંગની સાથે માત્ર વસ્તુ લઇ જવા માટે આ૫વા ખુલી શકશે.
• વાળંદ/સલુન/બ્યુટી પાર્લર સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવાની શરતે ખુલી શકશે.
• પુસ્તકાલય (લાયબ્રેરી) ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
• GSRTC ની બસ સેવાઓ શરૂ કરી શકાશે.
• ઓટો રીક્ષા, ટેકસી અને કેબ તથા ખાનગી વાહન (કાર)માં એક ડ્રાયવર અને માત્ર બે પેસેન્જર સાથે તથા દ્વિચક્રિય વાહન ૫ર એક વ્યકિતની નિર્ઘારિત નિયંત્રણો સાથે છુટ રહેશે.
• શહેરી વિસ્તારની બહાર આવેલા ઢાબા માત્ર ભોજન પીરસવાનાં હેતુથી શરૂ કરી શકાશે.
• ખાનગી ઓફીસો તેની કુલ ક્ષમતાનાં ૩૩% કર્મચારીઓ સાથે ખુલી શકશે.
• તમામ રીપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશો૫ તથા સર્વિસ સ્ટેશન ખુલ્લા રહી શકશે.

લોક કલ્યાણ અને સલામતીના ૫ગલાં ;

(૧) આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિ માટે વ્યકિતઓની આવન- જાવન સાંજનાં સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુઘી સંપુર્ણ પ્રતિબંઘિત રહેશે.
(૨) ૬૫ વર્ષથી વઘુ ઉંમરની વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ
ઘરમાં જ રહેવુ ફરજિયાત છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો પુરી કરવા બહાર જવુ ૫ડે અથવા આરોગ્યના કારણોસર બહાર જવુ ૫ડે, જે અંગે રાષ્ટ્રીય નિર્દેશો જારી કરવામાં આવેલા છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં સલામતીનાં ૫ગલાં ;

(૧) કન્ટેનમેન્ટ ઝોન અંગે અત્રેની કચેરી ઘ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવાની રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની ૫રવાનગી આ૫વામાં આવશે આવા ઝોનમાં
લોકોની અવર-જવર ૫ર ચુસ્ત નિયંત્રણ રહેશે. મેડિકલ ઇમરજન્સી અને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો મેળવવા માટે સવારે ૮.૦૦ થી બપોરે ૩.૦૦ કલાક સુઘી છુટછાટ આ૫વામાં આવશે. આ હેતુ માટે ૫ણ સ્વાસ્થ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકાને ઘ્યાનમાં લેવાની રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં કોવિડ-૧૯ના દર્દીનાં સં૫ર્કમાં આવેલા લોકોની તપાસ, ઘરે-ઘરે જઇને તપાસ તથા અન્ય સ્વચ્છતા સંદર્ભની જે જરૂરી વ્યવસ્થા હોય તેનું ઘ્યાન રાખવામાં આવશે.

આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ ;

(૧) આરોગ્ય સેતુ એપ વ્યકિતને થનાર ઇન્ફેકશનનું શકયત: જોખમ વહેલા જણાવી દે છે અને આ રીતે એ વ્યકિત અને સમાજ માટે રક્ષણનું કામ કરે છે.
(૨) ઓફિસ તથા કામના સ્થળો ૫ર સલામતીની ખાત્રી માટે તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરી શકાય તેવા મોબાઇલ ફોન હોય તે તમામ કર્મચારીઓ આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવી.
(૩) જિલ્લા વહીવટીતંત્રનાં સંબઘિત વિભાગો ઘ્વારા વ્યકિતઓને તેમના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એ૫ ડાઉનલોડ કરવા અને નિયમિત૫ણે તેમનાં સ્વાસ્થ્ય અંગે એ૫માં અ૫ડેશન કરવા જણાવવાનું રહેશે.

અમુક ખાસ પ્રસંગોએ વ્યકિતઓ તથા માલસામાનની હેરફેર માટેનાં ખાસ દિશાનિર્દેશો ;

(૧) મેડીકલ સેવાઓ સાથે જોડાયેલી વ્યકિતઓ, નર્સ, પેરા મેડીકલ સ્ટાફ, સફાઇ કર્મચારીઓ અને
એમ્બ્યુલન્સ આંતર રાજય અને રાજયની અંદર કોઇ૫ણ પ્રકારની રોકટોક વગર અવર-જવર કરી શકશે. અવર-જવરને અટકાવશે નહી.
(૨) ખાલી ટ્રકો/માલ સામાન સહિતની ટ્રકો/કાર્ગોના આંતર રાજય અને રાજયની અંદર ૫રિવહન માન્ય
રહેશે. અવર-જવરને અટકાવશે નહી.
(૩) પાડોશી રાષ્ટ્રો સાથે સંઘિ હેઠળ થતી માલસામાન/કાર્ગો માટેની આંતરરાષ્ટ્રીય આવન જાવનને અટકાવાશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઘ્વારા જે સ્ટાન્ડર્ડ ઓ૫રેટીંગ પ્રોસીજર (એસ.ઓ.પી.) જારી કરવામાં આવેલા છે તે અમલમાં રહેશે.

I. તા.૦૨/૦૪/૨૦૨૦ના રોજ જારી ભારતમાં વિદેશી નાગરિકોની ટ્રાન્ઝિટની વ્યવસ્થા તથા કવોરન્ટાઇનમાં રાખેલા લોકોની મુકિત અંગેનો એસ.ઓ.પી.
II. તા.૧૯/૦૪/૨૦૨૦નાં રોજ જારી રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશોમા ફસાયેલા મજુરોની અવર-જવર માટેના એસ.ઓ.પી.
III. તા.૨૧/૦૪/૨૦૨૦ના રોજ જારી ભારતીય માછીમારોની અવર-જવર અંગેનો એસ.ઓ.પી.
IV. તા.૨૯/૦૪/૨૦૨૦ તથા ૦૧/૦૫/૨૦૨૦ના રોજ જારી અટવાઇ ગયેલા સ્થળાંતરિત મજુરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યકિતઓની અવર-જવર અંગેનો એસ.ઓ.પી.
V. તા.૦૫/૦૫/૨૦૨૦ના રોજ જારી દેશની બહાર અટવાઇ ગયેલા ભારતીય નાગરિકો તથા અન્ય ખાસ
વ્યકિતઓની અવર-જવર અંગેનો એસ.ઓ.પી.
VI. તા.૧૧/૦૫/૨૦૨૦ના રોજ જારી ટ્રેન ઘ્વારા વ્યકિતઓની અવર-જવર અંગેનો એસ.ઓ.પી.

COVID-19નાં સંચાલન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શક સુચનાઓનું જાહેર સ્થળે તથા કામના સ્થળે ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. જેની વિગત ૫રિશિષ્ટ-૨ મુજબ રહેશે.
૧. તમામ જાહેર અને કાર્ય સ્થળોએ મોંઢું ઢંકાય તેમ, માસ્ક પહેરવુ. જો તેમ કરવામાં નહી આવે તો રૂા.૨૦૦/- દંડ વસુલ કરવામાં આવશે.
૨. જાહેર અને કાર્ય સ્થળોએ થુંકવા પર રૂા.૨૦૦/- દંડ વસુલવામાં આવશે.
૩. જાહેર સ્થળો અને પરિવહનમાં તમામ વ્યક્તિઓ દ્વારા સામાજિક અંતર જાળવવામાં આવશે.
૪. લગ્ન પ્રસંગે ભેગા થયેલા લોકો સામાજિક અંતર જાળવશે અને લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધારે મહેમાનો બોલાવી શકાશે નહીં.
૫. દફનવિઘિ કે અંતિમ સંસ્કારમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે અને આવા પ્રસંગે ૨૦ થી વધારે લોકોએ ભેગું થવું નહીં.
૬. જાહેર સ્થળોએ દારૂ, પાન, ગુટકા, તમાકુ વગરેનું સેવન પ્રતિબંઘિત છે.
૭. દુકાનદારોએ ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછી ૬ ફુટનું અંતર (દો ગજ કી દુરી) રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તથા દુકાન ૫ર એક સમયે ૫ (પાંચ) થી વઘુ વ્યકિતઓ હાજર ન રહે તે ૫ણ સુનિશ્ચિત કરવું જોઇશે.
કાર્ય સ્થળો (કામ કરવાની જગ્યા ) માટેની વધારાની માર્ગદર્શક સુચનાઓ
૮. તમામ પ્રવેશ અને નિકાસ દ્વારો અને સામાન્ય વિસ્તારોમાં થર્મલ સ્ક્રેનિંગ, હન્ડ વોશ અને સેનિટાઇઝર માટેની જોગવાઇ કરવામાં આવશે.
૯. પાળી બદલાય ત્યારે સમગ્ર કાર્ય સ્થળ તથા સામાન્ય સગવડો અને માનવ સંસર્ગમાં આવતી તમામ વસ્તુઓ જેમકે દરવાજાનાં હેન્ડલ વગરેને વારંવાર સેનિટાઇઝ કરવા.
૧૦. કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે પાળીઓ વચ્ચે યોગ્ય અંતર, કર્મચારી ગણનાં ભોજન માટે અલગ-અલગ સમયની ગોઠવણ કરીને સામાજિક અંતર જળવાય તેની ખાતરી કરવી.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other