કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળાનાં ધોરણ ૫ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળામાં ધોરણ-૫ નાં વિદ્યાર્થીઓનાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય વિજયસિંહ સોલંકીએ વિદાય લેતાં ધોરણ ૫ નાં વિદ્યાર્થીઓને તેમનાં સર્વાંગી વિકાસ માટેનાં શુભાશિષ પાઠવ્યા હતાં. આ તકે વિદ્યાર્થીઓએ શાળા સમય દરમિયાનનાં સંસ્મરણો વાગોળ્યા હતાં.
આ તકે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલાં વિદ્યાર્થીઓને શાળા પરિવારે પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કર્યા હતાં. સાથે જ વિદાય લેતાં વિધાર્થીઓને સ્મૃતિરૂપે વોટરબેગ અર્પણ કરી હતી. અંતમાં તમામ વિધાર્થીઓ પૌષ્ટિક ભોજનનો આસ્વાદ માણી તેમનાં શિક્ષિકાબેન સાથે સંગીતનાં તાલે ઝૂમ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.