સરકારી પિસ્તોલની ચોરી સહિતનો ઘરફોડ ચોરીનાં અનડીટેકટ ગુનામાં ચોરી થયેલ સરકારી પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર તથા પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. શાખા/ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોની ટીમ સાથે ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ માણસો પૈકી એલ.સી.બી. શાખાના (૧) એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ (૨) હે.કો.જયેશભાઈ લીલકીયાભાઇ (૩) હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ઉચ્છલ તાલુકાના છાપટી ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્ય તરફ જતા રોડના ત્રણ રસ્તા ખાતેથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.MH-46-M-4651 કિ.રૂ. ૨૫,૦૦૦/- ઉપર ત્રણ ઇસમો (૧) તુષાર સુરેશભાઇ વળવી ઉ.વ.૨૧ રહે.ગામ-વાટવી, નિમ્બવા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) (૨) રાજુ લગન્યા નાઇક ઉ.વ.૨૦ રહે.ગામ-વાટવી, નિમ્બવા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) (૩) પ્રવિણ શુરેશભાઇ વળવી ઉ.વ.૨૫ રહે.ગામ-વાટવી, નિમ્બવા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને પાસ પરવાના વગર સરકારી ગ્લોક પિસ્તલ નંગ-૧ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૪ કિ.રૂ.૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૮૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબનો ગુનો શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ ઉચ્છલ પો.સ્ટે.મા આર્મ્સ એક્ટ કલમ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઉપરોકત ગુનો શોધાયા વખતે ઉપરોકત આરોપીઓના કબજામાંથી મળી આવેલ હથિયાર ગઇ તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ અને વણશોધાયેલ ગુનામાં ચોરીમાં ગયેલ સરકારી ગ્લક પિસ્તલ નં- TPI.13 તથા નંગ- ૧૦ કારતુસ પૈકી સરકારી ગ્લક પિસ્તલ અને નંગ- ૦૪ જીવતા કારતુસ હોવાનું જણાયેલ છે. આમ આર્મ્સ એકટનો ગુનો શોધી કાઢી તે ગુના પરથી ઉચ્છલ પોલીસ સ્ટેશનનો ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી,એન.જી. પાંચાણી, પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર તથા પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, તથા એ.એસ.આઇ.ગણપતસિંહ રૂપસિહ, એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગ્મબર, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા ઉચ્છલ પો.સ્ટે.ના અ.પો.કો. અજયભાઇ મનસુખભાઇ, અ.પો.કો. યાબેશભાઇ દિલીપભાઇ, અ.પો.કો. લખનસીંહ કરશનભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.