HTAT આચાર્ય મુદ્દે રાજ્ય સરકાર તથા રાજ્ય સંઘનો આભાર વ્યક્ત કરતો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સતત પ્રયત્નથી HTAT આચાર્ય માટેનાં નવા બદલીનાં નિયમ જાહેર કરવા બદલ તથા બદલી કેમ્પની તારીખ જાહેર કરવા બદલ રાજ્યનાં શિક્ષકોનાં હિતેચ્છુ એવાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ રાજ્યનાં અન્ય તમામ હોદ્દેદારોનો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત તમામ હોદ્દેદારોએ સુરત જિલ્લાનાં શિક્ષકગણ વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.