ગુજરાત અને ભારતભરમાં પ્રખ્યાત સખિયા સ્કિન ક્લિનિકની વ્યારા ખાતે નવી શાખાની શરૂઆત

(વ્યારા.) : આજરોજ વ્યારાના રિગલ પ્લાઝા ખાતે નવી જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક ઓફ સખિયા સ્કિન ક્લિનિક)નુ ઉદઘાટન ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ રિબીન કાપીને કર્યુ હતું.
જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક ઓફ સખિયા સ્કિન ક્લિનિક ત્વચા અને વાળની સંભાળને સંપૂર્ણપણે સમર્પિત છે અને તબીબી ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી, અદ્યતન ઉપકરણો અને અનુભવી તબીબોની ટુકડી દ્વારા ચલાવવામા આવે છે.
વ્યારા ખાતે શરૂ થયેલ જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક ઓફ સખિયા સ્કિન ક્લિનિકની ખાસિયતો વિશે વાત કરીએ તો.
સ્કિન એન્ડ હેર ક્લિનિક સૌથી અદ્યતન ત્વયા અને વાળ સારવાર: વિવિધ રોગો અને ત્વચા સુધારણા માટે લેટેસ્ટ ટેક્નોલોજી અને વૈશ્વિક સ્તરના ઉપકરણનો ઉપયોગ. લેસર ટ્રીટમેન્ટ અનાવશ્યક વાળ દૂર કરવા. ટેટૂ રિમુવલ. અને પિગમેન્ટેશન માટેનું આધુનિક ઉપરકરણ. એન્ટી-એજિંગ સારવાર: બોટોક્સ, ફિલર્સ, ફિલર્સ લિકા અને વધુ પદ્ધતિઓ, જે તમને યુવાન અન ત્વચાને તાજગીભરી રાખવામાં મદદ કરે. વાળ પુનઃ સ્થાપન (હેર રિસ્ટોરેશન): હેટ ટ્રાન્સપ્લાન્ટ, પીઆરપી થેરપી અને વિવિધ આધુનિક ટેક્નિક. દાગ-ધબ્બા, રંગભેદ અને સ્કાર ટ્રીટમેન્ટ. એકને સ્કાર, સ્ટ્રેચ માકર્સ, અને અન્ય ત્વચા સમસ્યાઓ માટે ઇફેક્ટિવ સોલ્યુશન્સ. એસ્ટેટિક અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ: ગ્લો અને રીજ્યુવેનેશન માટે ખાસ ડિઝાઈન કરેલ થેરપીઓ.
સખિયા સ્કિન ક્લિનિક વર્ષોથી ગુજરાત અને સમગ્ર ભારતમાં લોકપ્રિય બની છે. જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક હંમેશા વૈશ્વિક ધોરણ મુજબની સારવાા સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ નવી બ્રાન્ચ દ્વારા, વ્યારા અને આજુબાજુના વિસ્તારોમાં રહેલા લોકોની ત્વચા અને વાળની સારવાર ઉપલબ્ધ કરાવી છે. એવી માહિતી જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક યુનિટ ઓફ સખિયા સ્કિન ક્લિનિકના એડમીન મેનેજર સિલ્કી પટેલ દ્વારા અપાઈ હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.