ઉકાઇ વર્કશોપમાંથી બોગસ ડોકટરને ઝડતી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ તથા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી નિઝર વિભાગ તરફથી એસ.ઓ.જી.ને બોગસ ડોકટરોને શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે I/C SOG પોલીસ ઇન્સ્પેકટર એન.એચ. ચૌહાણના જરૂરી માર્ગદર્શન આધારે.

તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો ઉકાઇ પો.સ્ટે વિસ્તારમાં એસ.ઓ.જી લગત કામગીરી અર્થેની પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. કમલેશભાઇ કુષ્ણાભાઇને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ઉકાઇ વર્કશોપમાં એક બોગસ ડોકટર કોઇ પણ પ્રકારની ડિગ્રી/ પ્રમાણપત્ર વગર ગેર કાયદેસર રીતે આજુ બાજુના ગામમાંથી આવતા બીમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી હકીકત જાણવા મળેલ અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે. જેથી આ જગ્યાએ રેઇડ કરી આરોપી સુનીલભાઇ નથ્થુભાઇ ભંડારી ઉ.વ.૫૨ હાલ રહે.સોનગઢ પ્લોટ નં-૧૬ શકિતનગર તા.સોનગઢ જી.તાપી મુળ રહે.સડવેલ પખરૂનગામ તા.સાક્રી જી.ધુલીયા ( મહારાષ્ટ્ર )ના પાસે એલોપેથિક અલગ-અલગ દવાઓ તથા મેડીકલને લગત સામાનનો જથ્થો કિ.રૂ-૧૨,૫૩૪/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી કાર્યવાહી કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી:-

શ્રી, એન.એચ. ચૌહાણ I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચીત્તે તથા અ.હે.કો. કમલેશભાઇ ક્રુષ્ણાભાઇ તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *