વઘઇ CHC ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા વેલ્દા-નિઝર) : વઘઇ CHC ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંગેનો કેમ્પ દંત સર્જન ડૉ વિરલ પટેલ CHC અધિક્ષક શ્રી ડૉ.સરોજ પટેલની આગેવાની હેઠળ આ નેશનલ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી.આ નેશનલ પ્રોગ્રામની શરૂઆત ૨૦ મી માર્ચ થી લઈ ૨૦ એપ્રિલ દરમિયાન “A HAPPY MOUTH IS …A HAPPY MIND “ થીમ આધારિત કરવામાં આવ્યો રાજ્યવ્યાપી તેની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઇ દ્વારા વઘઇ ભરવાડ ફળિયાની આંગણવાડી કેન્દ્ર પર રાખવામાં આવ્યો હતો જેમા સગર્ભા બહેનો , માતાઓ , બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં બધાને દાંતના રોગો વિશે સમજાવવામાં આવ્યું અત્યારના સમયમાં લોક જાગૃતિ ફેલાવવામાં ઘણી જ ઉપયોગી એવા સૂચનો ડૉ વિરલ પટેલ અને બીજા અધિકારીઓ દ્વારા સલાહ સૂચનો કરવામાં આવ્યા જે લોક ઉપયોગી થાય અને જીવનમા ઉતારવા જેવા સૂચનો સાંભળીને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ગામના અગ્રણી (દાતા શ્રી ) રમેશ ભાઈ સરૈયા, બ્રિજેશભાઈ ઠાકર , મયુરભાઈ જી પટેલ દ્વારા આશરે ૭૦ જેટલા બાળકોને ટુથપેસ્ટ તથા ટુથબ્રશનું વિતરણ કરવામાં આવ્યુ. ઓરલ હેલ્થની અવેરનેશ માટે આમ જનતામાં પેમ્પલેટ નું વિતરણ કર્યું .

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *