ઉચ્છલના મીરકોટ ગામેથી બોગસ ડોક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ પટેલ પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાએ એસ.ઓ.ઓ. ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા જીલ્લામા કોઇપણ પ્રકારની ડિગ્રી/ પ્રમાણપત્ર વગર સારવાર કરતા બોગસ ડોક્ટરોને શોધી તેમા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે અનુસંધાને, શ્રી એન.એસ. ચૌહાણ, I/C પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તથા એન.પી. ગરાસીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમા બોગસ ડોક્ટરોને પકડવા પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇને ખાનગી રાહે મળેલ કે, ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે બસ સ્ટેશન પાસે પોતાના ક્લીનિકમા એક બોગસ ડોક્ટર નામે રાવસાહેબ રધુનાથ બોરાણે કોઇ પણ પ્રકારની ડિગ્રી/પ્રમાણપત્ર વગર ગેરાકાયદેસર રીતે બિમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી મેડીકલ પ્રેકટીસ કરે છે, અને હાલમાં પણ આ પ્રવૃતિ ચાલુ છે. જેથી ભડભુંજા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરને સાથે રાખી બિતમીવાળી જગ્યાએ કરતા બોગસ ડોક્ટર આરોપી રાવસાહેબ રધુનાથ બોરાણે ઉ.વ.૩૯ હાલ રહે.સોનગઢ, શક્તિનગર તા.સોનગઢ જી.તાપી મુળ રહે. ઉમરદેખુર્દ ગામ, મરાઠે ફળીયુ તા.જી. મહારાષ્ટ્ર નાઓ અલગ-અલગ એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતુ સામાનનો જથ્થો જેની કુલ રૂપિયા ૬,૧૨૭/-ના મુદામાલ સાથે પકડાઇ જતા મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશનમા આગળની વધુ કાર્યવાહી કરી કરેલ છે
પકડાયેલ આરોપી :-
રાવસાહેબ રધુનાથ બોરાણે ઉ.વ.૩૯ હાલ રહે. શક્તિનગર સોસાયટી તા.સોનગઢ જી.તાપી મૂળ રહે. ઉમરદેખુર્દ ગામ, મરાઠે ફળીયુ તા.જી. (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ
શ્રી એન.એસ. ચૌહાણ, I/C પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી તથા એન.પી. ગરાસીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.