વ્યારામાં નારી સંમેલન સાથે વિવિધ નારી સન્માનના કાર્યક્રમો યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૧, તાપી જીલ્લાના આઈ.સી.ડી.એસ. વ્યારા ઘટક-૨ દ્વારા નારી સંમેલન અને પૂર્ણાની વાત નામનો વાલી સાથેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી તેમજ અધિકારીશ્રીઓ દ્વારા મહિલાઓને લગતી કાયદાકિય મહિતી, પોષણને લગતી માહિતી, કિટ વિતરણ, સિકલસેલ એનેમિયા વિશે માહિતી, આઈ.સી.ડી.એસની યોજનાકીય માહિતી, મેંસ્ટુઅલ હાઈજીન, ન્યુટ્રીશન જેવા અલગ અલગ સ્ત્રીઓને સ્પર્શતા વિષયો ઉપર વક્તવ્ય અને ચર્ચા કરવામાં આવી હતી. આ રીતે નારી સંમેલન અને પૂર્ણાની વાત વાલી સાથેના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ નારી સંમેલન તેમજ પૂર્ણા યોજનાન આ વિશિષ્ટ કાર્યક્રમ સંબોધન કરતા જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. સમાજમાં મહિલાઓનું સ્થાન અને મહત્વ હોવું જ જોઈએ. એટલા માટે જ સરકારશ્રી દ્વારા મહિલાઓ માટેની યોજનાઓ વેગવાન બનાવવામાં આવી છે.
કાર્યક્રમમાં આગળ હિમોગ્લોબિન વધારે હોય તેવી કિશોરીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર દ્વારા HB ક્વિનની ટ્રોફી તેમજ પ્રોત્સાહક પ્રમાણપત્ર આપવામાં હતા. દરેક આંગણવાડી દીઠ ૨ એક્ટિવ કિશોરીને ટી-શર્ટ અને ૩ લેયર સ્ટીલના ડબ્બા (ટિફિન)નું વિતરણ કરવામાં આવ્યુ. આંગણવાડીના કાર્યકરો બહેનો દ્વારા પોષણ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટરના મધુબેન પરમાર દ્વારા મહિલા જાતિય સતામણી અંગેની સમજ આપી તેમજ તે અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા તેમજ મેંસ્ટુઅલ હાઇજીન ન્યુટ્રીશનના મૈસુદાબેન ચૌધરી (અડોલેશન કાઉન્સેલર) દ્વારા કિશોરીઓને એનિમિયાની ઉણપ, સિકલસેલ એનેમિયા વિશે માહિતગાર કર્યા.
એપોલો હોસ્પિટલના કર્મચારી દ્વારા સ્તન કેન્સર અંગેની સમજણ આપવામાં આવી. તેમજ તે માટેના પ્રાથમિક સારવાર લેવી ખૂબ જરૂરી છે જેની ગંભીરતા પૂર્વક માહિતગાર કરવામાં આવ્યા.
વ્યારા ઘટક-૧ના સી.ડી.પી.ઓશ્રી શ્રીમતિ જસ્મિનાબેન ચૌધરી દ્વારા નારી સંમેલન અને પૂર્ણાની વાત વાલી સાથેના કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.
Ooooooooo
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.