જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની સમીક્ષા બેઠક યોજાઈ

ઉનાળાની ઋતુમાં પિવાના પાણીની સંભવિત અછ્તને પહોચી વળવાના આગોતરા આયોજન કરવા અંગે સુચનો કરાયા
–
તાપી જિલ્લાના વિવિધ ગામોમાં નલ સે જલ યોજનાથી ઘર-આંગણે નિયમિતપણે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા સલાહ સૂચનો આપતા જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગ
–
બેઠકમાં “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મંજૂર થયેલ, સંપૂર્ણ કામગીરી સાથે પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળની યોજનાઓ અને સ્વચ્છતા મિશન અંગેની ચર્ચા કરાઈ
–
જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના હસ્તે તાપી જીલ્લાની કુલ ૦૪ પાણી સમિતીઓને મુખ્યમંત્રી મહિલા પાણી સમિતી પ્રોત્સાહક અનુદાન રકમના ચેક વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭.તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વરછતા એકમની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મંજૂર થયેલ, સંપૂર્ણ સામગીરી સાથે પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળની યોજનાઓ તેમજ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓમાં પીવાના પાણીની હાલની સ્થિતિ, , SBM,મનરેગા યોજના, પીવાના પાણીની નિભાવણી-મરામત ગામમાં પાણી પુરવઠા યોજનાનું યોગ્ય સંચાલન અને રોજગારી મળી રહે તે માટે સ્વસહાય જુથોની તાલીમો, ગામોનું વોટર ઑડિટ, યોજનાના અમલીકરણ માટે પાણી સમિતિની રચના, જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના મરામત અને નિભાવણી પ્લાન અંગે, ગ્રામ્ય કક્ષાએથી થઈ રહેલી,જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ-તાપી દ્વારા નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના ઘર કનેકશનની વિગત, ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક આપેલા ઓપરેટર, નલ સે જલ મિત્રની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમની ઝીણવટપુર્વક માહિતી મેળવીને જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય કક્ષાએથી સતત મોનીટરીંગ થાય, સાથે ગ્રામીણ લોકોને તાલીમ આપી મોટીવેટ કરવુ જરૂરી છે. નલ સે જલ યોજના અંતર્ગત લોકહિતને પ્રાધાન્ય આપી ઘર-આંગણે નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા જરૂરી સલાહ સૂચનો આપ્યા હતાં.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જે ગામોમાં બોરની જરૂરિયાત હોય તેવા ગામોની ચકાસણી કરી બોર યોજનાનો લાભ આપવા, ગ્રામ્ય વિસ્તારમાં આવેલા હેડપંપની સાઈડ પર સોકપીટ બન્યા છે કે નહી તે ચકાસણી કરી તમામ હેડપંપ સાઇડ પર સોકપીટ બનાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લાની આંગણવાડી, સબ સેન્ટર, શાળાઓમાં અને ગ્રામ પંચાયત ખાતે નિયમિતપણે પાણીની સુવિધામાઓ મળી રહે તે ધ્યાન રાખવા અને ગ્રામ્ય ક્ક્ષાએથી થતી નાગરિકોની રજુઆતોનો જડપી અને યોગ્ય નિકાલ કરવા અનુંરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતી પ્રોત્સાહક અનુદાન કાર્યક્રમ અંતર્ગત ૭૦% કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતીઓને રૂા.૫૦,૦૦0/- પ્રોત્સાહક અનુદાન રકમ આપવાની યોજના અમલમાં છે, જે અન્વયે ચાલુ વર્ષે તાપી જીલ્લાની કુલ ૦૪ પાણી સમિતીઓ સોનગઢ તાલુકાના કુમકુવા, ટોકરવા, મેઢસીંગી અને વાલોડ તાલુકાના ગોલણ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષશ્રીઓને પ્રોત્સાહક અનુદાન રકમના ચેક જિલ્લા કલેકટરના હસ્તે આપવામાં આવ્યા હતા.
જિલ્લા જળ અને સ્વરછતા મિશનની સમીક્ષા બેઠક દરમિયાન વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રીએ “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના સભ્યશ્રી પ્રાયોજના વહિવટદારશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અન્ય સભ્યશ્રીઓ, તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોના અધિકારીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.