વ્યારાની માઁ શિવદૂતી સ્કૂલમાં શહિદ દિન ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર, તાપી અને માય ભારત–તાપી દ્વારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ તથા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર ખાતે શહિદ દિનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને તાપી જિલ્લાનાં માજી સૈનિક સંગઠનનાં પ્રમુખશ્રી ચંદ્રકાન્તભાઈ ડી.ગામીત તથા માજી સૈનિક સંગઠનના વ્યારા તાલુકા પ્રમુખશ્રી શ્રી સમયેલભાઈ એન.ગામીત અને સૈનિક સંગઠનના પ્રવકતા શ્રી ચંદ્રસિંહભાઈ એસ.ચૌધરી (નિવૃત શિક્ષક)હાજર રહયાં હતા.
૨૩ માર્ચના રોજ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભારતીય સ્વતંત્રના સંગ્રામના મહાન ક્રાંતિકારીઓ વીર ભગતસિંહ, સખદેવ થાપર અને શિવરામ રાજગુરૂને લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી જેમની યાદમાં આ શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ બે મિનિટ મૌન પાળી વીર શહિદોને યાદ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન નહેરુ યુવા કેન્દ્ર,સુરત(તાપી) અને MY BHARATના DYO સચીન શર્માનાં માર્ગદર્શન હેઠળ NYV વરૂણ રાજપુતે કર્યુ હતુ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.