ડોલવણ પો.સ્ટે.માં નોંધાયેલ ખુનના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, એસ.ઓ.જી. તાપી તથા ડોલવણ પોલીસ સ્ટેશન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાએ ડોલવણ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૦૩(૧) મુજબનો વણશોધાયેલ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢવા સુચના અને મામાર્ગદર્શન મુજબ ગુનો ઉકેલાયો છે.

> ગુન્હાની ટુંક વિગત :-

જે ગુનાની હકિકત મુજબ ગઇ તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ડોલવણ તાલુકાના કુંભીયા ગામે પટેલ ફળીયામાં રહેતા રમેશભાઇ ચીમનભાઇ ચૌધરી રહે.કુંભીયા ગામ પટેલ ફળીયુ તા.ડોલવણ જી.તાપીને કોઇ અજાણ્યા વ્યકિતે કોઇક વસ્તુ વડે માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી નાશી ગયેલ હોય, જે ગુનો અનડીટેક્ટ હોય, જે અંગે ડોલવણ પો.સ્ટે.મા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબનો ગુનો તા.૨૪/૩/૨૦૨૫ ના રોજ રજીસ્ટર થયેલ. જે ગુન્હાને ડીટેક્ટ કરવા એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એસ.ઓ.જી. તાપી તથા ડોલવણ પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

: ગુન્હો ડીટેક્ટ કરવા કરેલ પ્રયત્નોની વિગત :-

સદર ગુનાની તપાસ અર્થે શ્રી ડી.અસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.ઇન્સ.શ્રી, એચ.જી. રબારી, ડોલવણ પો.સ્ટે. તથા પો.ઈન્સ. શ્રી,એન.જી. પાંચાણી, પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર તથા પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના તથા પો.સ.ઈ.શ્રી, એન.પી. ગરાસીયા, એસ.ઓ.જી. તાપીના સ્ટાફના પોલીસ માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો રોકી તપાસ ચાલુ હતી જે તપાસ દરમ્યાન સાથેના અ.હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઇને પોતાના ખાનગી બાતમીદારો આધારે માહિતી મળેલ કે, ઉપરોકત ગુનામાં શકદાર તરીકે કોશીક ગણેશભાઇ ચૌધરી રહે.કુભીયા ગામ પટેલ ફળીયુ તા.વ્યારા સંડોવાયેલ હોય જે મળેલ માહિતી આધારે શકદારને ગુનાના કામે યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા શકદાર ગુનાની કબુલાત કરતો હોય આરોપી-કૌશીક ગણેશભાઇ ચૌધરી ઉ.વ.૨૭રહે.કુંભીયા ગામ પટેલ ફળીયુ તા.ડોલવણ જી.તાપીને ઝડપી પાડી અનડીટેક્ટ ખુનનો ગુનો શોધી કાઢી આરોપીને તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજ અટક કરી આરોપી વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે ડોલવણ પો.સ્ટે.ને સોંપેલ છે.

+ ગુનો કરવાનો હેતુ-

આરોપીના ઘરની સામે રહેતા મારા કુંટુમ્બી કાકા નામે રમેશભાઈ ચીમનભાઇ ચૌધરી આરોપીના મા-બાપને ગમે તેવી ગાળો આપતા હતા અને અગાઉ આરોપીના ઘરની બાજુમાં રહેલ આમલીના ઝાડની ડાળી આરોપીએ કાપેલ તે મરણજનાર રમેશભાઈના ઘર ઉપર પડતા તેમના ઘરના નળીયા ફુટી ગયેલા તે બાબતે તેઓ ઘણા સમયથી ગાળો આપતા આવેલ હોય, મરણજનાર રમેશભાઇ ગાળો આપવાનુ ચાલુ હોય અને કાયમ આરોપીના મા-બાપને આ ગાળો આપતા હોય જેથી આરોપીએ ઘરની નજીક એક લાકડુ/ડંડો લઇને રસ્તાની કિનારે જઇ મરણજનાર રમેશભાઇના ઘરના પાછળના ભાગે આવેલ બાથરૂમ થી આગળ પુળીયા મુકેલ હતા મરનાર રમેશભાઈની રાહ જોતો હતો. ત્યારે મરણજનાર રમેશભાઇ પુળીયા લેવા માટે અંધારામાં ત્યાં આવતા આરોપીએ હાથમાનો ડંડાથી તેમના માથાના ભાગે મારી દેતા તે ત્યાં જ પડી જતા બાદમાં મરણ ગયેલ.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી, એચ.જી. રબારી, ડોલવણ પો.સ્ટે. તથા પો.ઇન્સ.શ્રી.એન.જી. પાંચાણી, પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર તથા પો.સ.ઇ.શ્રી, એસ.પી. સોઢા, તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પો.સ.ઇ.શ્રી, એન.પી. ગરાસીયા એસ.ઓ.જી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો.રોનક સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહ તથા એસ.ઓ.જી. તાપીના સ્ટાફ તથા ડોલવણ પો.સ્ટે.ના અ.હે.કો. હિમાંશુભાઇ બાલુભાઈ, અ.પો.કો. નરેશભાઇ નટુભાઇએ કામગીરી કરેલ છે.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *