ઓલપાડનાં ભાંડુત ગામની સ્નેહા પટેલ શક્તિ એવોર્ડથી સન્માનિત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પી.જી. ક્લિક દ્રારા તાજેતરમાં નારી શક્તિને પ્રોત્સાહન કરવા માટે વુમન્સ ડે અંતર્ગત વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિવિધ ફિલ્ડમાં જે મહિલાઓએ ઉજ્જવળ દેખાવ કર્યો હતો એવી મહિલાઓને ઉત્તેજન આપવા અર્થે નામાંકિત મહિલાઓને હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતી. જેમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામની વતની કુમારી સ્નેહા ધર્મેન્દ્રભાઈ પટેલને પોતાનાં સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે કરેલ કામગીરીને બિરદાવી શક્તિ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ટી.વી. સિરીયલ અનુપમાનાં એક્ટર છોટી પણ હાજર રહી હતી. કુમારી સ્નેહાની આ ઉપલબ્ધિને ભાડુંત ગામનાં ડેપ્યુટી સરપંચ હેમંત પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.