૪ માસનું બાળક અપાવતા અભયમ ૧૮૧ ટીમ ઉમરા સુરત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરતના ઉધના વિસ્તારમાથી પીડિત મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કરી જણાવ્યુ કે મારા પતિ, સાસુ-સસરા મારી છોકરીને આપતા નથી જેથી 181 અભયમની મદદની જરૂર છે.
કોલ મળતા 181 અભયમ ઉમરા ટીમ ઘટનાસ્થળે પહોચતા જાણવા મળેલ કે પીડીત બહેન સાથે તેમના સાસુ અવાર નવાર બોલચાલ અને ઘર કામ કરવા બોલચાલ થતા તેમના પતિ અને સાસુએ ગઈ કાલે મારઝૂડ કરેલ. પીડિતા પાસેથી બાળકને છીનવી લઈ પીડિતાને ઘર બહાર કાઢી મૂક્યા અને તેમના પતિ બાળકને આપતા નથી. પીડીતા આજરોજ બાળક લેવા સાસરીમાં આવ્યા હોવાથી પીડિત બહેનને રાખવાની ના પાડે છે અને બાળકને લઈ જવાની ના પાડેલ. પીડીતાને મારપીટ કરી ઘરમાથી કાઢી મુકેલ હોવાથી તેમને દિકરીને સાસરીમાં લેવા જતા ઝગડો થયેલ જેથી 181 પર કોલ કરી મદદ લીધી હતી. આમ પીડિત બહેન સાથે વાતચીત કરતા તેમના પતિ, સાસુનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ. અને બને પક્ષો ને સમજાવેલ. પીડિત બહેનના પતિ ને કાયદાકીય સમજણ આપેલ અને ૪ માસના બાળકનું ભવિષ્ય ના બગડે તેની સમજણ આપતા તેમના પતિને ફરી સાથે રહેવા માટે જણાવેલ. પીડીતા પતિ સાથે રહેવા માગતા ન હોય જેથી પતિ બાહેધરી આપતાં પીડિત બહેનના પતિ રાજીખુશીથી દિકરીને તેમના પત્નીને આપે છે. પીડિતાના પતિ હવે પછી પત્ની સાથે દિકરી નાની હોવાથી ઝગડો નહી કરે તેમ જણાવતા પીડીતાએ જણાવેલ કે હાલ પતિ સાથે સમાધાન કરી દિકરી ને લઈ માતા સાથે ઘરે જાય છે. તેમ જણાતા હાલ પતિ સાસુ સસરાના હાજરીમાં પીડિતા માતા સાથે ઘરે ગયેલ આમ પતિ પત્નીનું સાસરીયામા સુ:ખદ નિરાકરણ કરવામાં આવેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *