વરીયાવની શાળા ક્રમાંક ૩૧૩ ની બાળનગરીમાં આનંદોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બાળકોને ખરીદ વેચાણ ,નફા નુકશાન જેવી વેપારી પ્રવૃત્તિની સંકલ્પના સમજાય એ માટે ભારત સરકારનાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા તથા સ્વચ્છતા, પ્રમાણિકતા, સાદગી, નમ્રતા જેવાં ગુણો વિકસે એવાં હેતુથી ન.પ્રા શિ.સ. સુરતની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ વરીયાવની શાળામાં આનંદમેળો યોજવામાં આવ્યો હતો. બાળકોને આનંદ કિલ્લોલ કરાવતી બાળ નગરીમાં આંગણવાડીનાં બાળકોનાં હસ્તે આનંદમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રચાર્ય ઘનશ્યામભાઈ કણકોટિયા,સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ RBSK ટીમનાં ડૉ. તપનભાઇ, ડૉ. ચૈતાલીબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની અન્ય શાળાનાં આચાર્ય મિત્રો તરલભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ તથા શિક્ષકો મુકુંદભાઈ, સુનિલભાઈ, પરેશભાઈ, શિરીષભાઈ, કમલેશભાઈ, જ્યોતિબેન, માધવીબેન, WZ 15 ,16,17,18 નાં આંગણવાડી કાર્યકરો, શાળા વ્યવસ્થાપન સમિતિ, શાળાનાં વાલીઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય અલ્પેશ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી બાળનગરીમાં આનંદમેળાની મુલાકાત કરાવી હતી. શાળાનાં વિધાર્થીઓએ 51 જેટલાં જુદીજુદી વાનગીઓનાં સ્ટોલ વેચાણ અર્થે ઊભા કર્યા હતાં. સૌએ તેનો રસાસ્વાદ માણ્યો હતો. વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાનાં શિક્ષકો દ્વારા ફ્રુટ સલાડનો સ્ટોલ મૂકવામાં આવ્યો હતો.
બાળકોએ જમ્પિંગનો આનંદ લઇ એર કાર્ટુન કેરેક્ટર ડોરેમન, ડક સાથે ડાન્સ કર્યો હતો. આનંદમેળાની સાથે ટેબલ ટેનિસ, ભૂલ ભુલામણી, બાસ્કેટ બોલ, હુલ્લા હૂપ, બેડમિન્ટન, નસીબ રિંગ ફેંક, ક્રિકેટ, હોકી, સ્ટેન્ડીંગ બ્રોડ જંપ જેવી રમતો બાળનગરીમાં રાખવામાં આવી હતી. સદર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં બાળકો , શિક્ષકગણ સહિત સફાઈ કર્મચારી, મધ્યાહ્ન ભોજન મદદનીશ તથા ચોકીદારે જહેમત ઉઠાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.