તાડકુવાનાં રહેવાસી અને મૂળ ઉત્તરપ્રદેશના બિંદાવતીબેન ગુમ થયેલ છે

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫. તાડકુવા ગામ ડુંગરી ફળિયા,વ્યારાના રહેવાસી અને મૂળ ઉત્તર પ્રદેશના બિંદાવતીબેન ધર્મેન્દ્રભાઈ (ઉ.વ. ૨૩) ૨૪ ફેબ્રુઆરી ના રોજ પરિવારને કહ્યા વગર જતા રહ્યાં છે.તેમની ઊંચાઈ ૪.૫ ફુટ, રંગે ઘઉંવર્ણ, સફેદ કલરનું પંજાબી ડ્રેસ અને સફેદ મોજડી પહેરેલ છે. ગુજરાતી,હિન્દી તથા ભોજપુરીની ભાષા જાણે છે. ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ તાપી નો સંપર્ક ફોન નંબર ૦૨૬૨૬૨૨૧૫૦૦ અથવા કાકરાપાર પોલીસ સ્ટેશન ફોન નં ૦૨૬૨૬૨૩૪૨૨૨ પર જાણ કરવા વિનંતી છે.
૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.