ઉચ્છલની પ્રાથમિક શાળા હરિપુર ખાતે નવોદય પ્રવેશ માટે ધોરણ ચારના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા પુસ્તકો તેમજ શૈક્ષણિક કીટનું નિશુલ્ક વિતરણ કરાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.04. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા હરિપુર ખાતે આજ રોજ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી તરફથી નવોદય પ્રવેશ માટે ધોરણ ચારના વિદ્યાર્થીઓને આવતા વર્ષની પૂર્વ તૈયારીના ભાગરૂપે કુલ ૨૪ પ્રવેશ પરીક્ષા પુસ્તકો તેમજ શૈક્ષણિક કીટનું નિશુલ્ક વિતરણ કરાઇ હતી. શાળાના આચાર્યશ્રી સંગીતાબેન જી સુરાણી, હરીપુર ક્લસ્ટરના સીઆરસી કોર્ડીનેટર શ્રી બચુભાઈ બી ગામીત, સમગ્ર સ્ટાફ પરિવાર, એસએમસીના અધ્યક્ષ શ્રી સરલાબેન અને વાલીગણની હાજરી માં નવોદયના પ્રતિનિધિ તરીકે પધારેલાશ્રી કે.એન.પરમાર અને પ્રમોદ માથુરીયાનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
