માઁ શિવદૂતી સ્કૂલમાં જિલ્લા કક્ષાનો સ્પોર્ટસ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર, સુરત(તાપી) અને માય ભારત-તાપી દ્વારા જિલ્લા કક્ષાનો “સ્પોર્ટસ કાર્યક્રમ” ૨૦૨૪-૨૫નું આયોજન વ્યારાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના ઉદ્ધાટક તરીકે ભારત સરકાર દ્રારા પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર, તાપીનાં કેન્દ્ર સંચાલક શ્રીમતી મધુબેન પરમાર હાજર રહયા હતા. તથા મુખ્ય મહેમાન તરીકે માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપુત અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહુવાના સામજિક કાર્યકર શ્રીમતિ મરિયમબેન ગામીત હાજર રહ્યાં હતા. વ્યારાના જાણિતા બ્લિડર અને સામાજિક કાર્યકર શ્રીહસમુખભાઈ શામજીભાઈ ઠાકરાણી ખાસ મહેમાન તરીકે હાજર રહયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. મધુબેન પરમારે એમના વ્યક્તવ્યમાં જણાવેલ કે, ભારત સરકાર પુરસ્કૃત નહેરુ યુવા કેન્દ્ર, સુરત (તાપી) દ્રારા ગુજરાત રાજયના છેવાડાના તાપી જિલ્લા સુધી યુવાઓમાં ઉત્સાહ વધે તે માટે ખેલ ઉત્સવો આપણા ઘર આંગણે મળી રહ્યો છે તેને પુરેપુરો લાભ લઈ વિજેતા થઈ આગળ રાજયકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી રમત-ગમતમાં આગળ વધી તાપી જિલ્લાનું તેમજ પોતાનું અને શાળાઓનું નામ રોશન કરવુ જોઈએ. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની કાર્યવાહી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. બ્લોક લેવલમાં કાર્યક્રમમાં વિજેતા થયેલ ખો-ખો, કબ્બડી, લાંબી કૂદ, ૧૦૦મી, ૪૦૦મી દોડ વિગેરે સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ અને સ્પર્ધકો તથા અન્ય શાળા/કોલેજનાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહેનોની ૧૦૦મી દોડ સ્પર્ધા પ્રથમ ક્રમે હર્ષિદા કે. વસાવા, દ્રિતીય ક્રમે નૂતન બી. ચૌધરી અને તૃતીય ક્રમે પ્રાચી વી. ગામીત તેમજ ભાઈઓની ૧૦૦મી દોડમાં પ્રથમ ક્રમે માયન જી.પટેલ, દ્રિતીયક્રમે સોહમ એસ.પટેલ અને તૃતીય ક્રમે હર્ષ ગામીત મેળવ્યો હતો. ભાઈઓની ૪૦૦મી દોડમાં પ્રથમ ક્રમે સ્મિત એચ.પટેલ, દ્રિતીયક્રમે પ્રિન્સ આર. ચાસીયા અને તૃતીય ક્રમે અનિકેત જી.પટેલએ મેળવ્યો હતો. લાંબીકૂદ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પ્રાચી વી. ગામીત, દ્રિતીયક્રમે હિરલ ડી. માવચી અને તૃતીય ક્રમે તનુ એ. શર્મા મેળવ્યો હતો. ખો-ખોમાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલની ટીમ વિજેતા થયેલ અને કબ્બડીની ટીમ સ્પર્ધામાં નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલયની ટીમ વિજેતા થઈ હતી. વિજેતા થયેલ ટીમને ટ્રોફી તેમજ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા. અને સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિજેતા થયેલ વિદ્યાર્થીઓ તથા વિજેતા ટીમ રાજયકક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધીત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન નહેરુ યુવા કેન્દ્ર, સુરત(તાપી) અને MY BHARATના DYO સચીન શર્માનાં માર્ગદર્શન હેઠળ NYV વરૂણ રાજપુત અને વંદનાબેન ગામીતે કર્યું હતુ. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *