ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંમ્બરને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી જે અધારે ઉકાઇ જી.ઇ.બી. ગેટ પાસેથી ઉકાઇ પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી રામલાલ ઉર્ફે સોનુ તુલસીદાસ વસાવા રહે.કાકરપાડા નિશાળ ફળીયુ તા.સાગબારા જી.નર્મદાને તા.૨૪/૦૨/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉકાઇ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ, એ.હે.કો જયેશભાઇ લીલકિયાભાઇ, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના UASI આનંદજીભાઇ ચેમાભાઇ, અ.પો.કોન્સ. રાહુલભાઇ દિગંમ્બરએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.