નિઝર તાલુકાના ચોરગામમાં હદવિસ્તાર છોડીને ખુબજ મોટા પ્રમાણમાં રેતી ખનન !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના ચોરગામ ફાળવવામા આવેલ રેતીની લીઝના તાપી નદી વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે. ફાળવવામા આવેલ લીઝનો હદવિસ્તાર છોડીને ખુબજ મોટા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે. ચોરગામના ગ્રામજનો જણાવે છે કે, ચોરગામમાં રેતી કાઢવા માટે ઠરાવ કે પરમિશન ચોરગામ દ્વારા આપવામાં આવેલ નથી. કે પછી ગ્રામસભામાં ઠરાવ કરવામા આવેલ નથી તેમ છતાં પણ ગેરકાયદેસર રેતી ખનન કરી ઓવરલોડ ટ્રકોમાં રેતી ભરીને કાંટા પરથી દોડતી નજરે પડે છે. જ્યારે એક ડમ્પર (ટ્રક)માં ૧૮ થી ૨૦ ટનની રેતી ભરવાની હોય છે. પરંતુ ચોરગામમાં અનેક ડમ્પર (ટ્રક) માં અવરલોડ રેતી ભરેલી ડમ્પર (ટ્રક) કાંટા પર જોવા મળે છે. એક ડમ્પર (ટ્રક)માં લગભગ ૧૮ થી ૨૦ ટન રેતીની રોયલ્ટી નીકળે શકે છે એનાથી વધારે રેતી ભરી શકાય તેમ નથી. છતાં પણ અનેક ડમ્પર (ટ્રક)માં ૧૮ થી ૨૦ ટન રેતીની બદલે ૩૧ ટન રેતી ભરવામાં આવે છે. અનેક ડમ્પરો (ટ્રકો)માં ૧૧ ટન રેતી રોયલ્ટી વગર કાંટા પરથી જતા નજરે પડે છે. ૨૦ ટન રેતીની રોયલ્ટી હોય અને ૧૧ ટન રેતી વધારે ભરવામાં આવે છે. આ ડમ્પરો (ટ્રકો)ને કોઈ અધિકારી પણ કેવી રીતે અટકાવી શકે ? કેમ કે એમને ખબર છે આ ડમ્પર (ટ્રક)માં ૨૦ ટનની રોયલ્ટી નીકળે છે અને એમાં ૧૧ ટન વધારે ભરી આપેલ છે. રોજના ૧૫ થી ૨૦ ડમ્પરો (ટ્રકો)મા રેતી ભરવામાં આવે છે. સ્થાનિક તંત્રના આશીર્વાદ માયપાવર ઉપર તો નથી ને ? માયપાવરમા સરકારશ્રીના નીતિનિયમોનુ ઉલ્લંઘન કરી કરોડો રૂપિયાની રેતી ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ચોરગામમાં રેતી ચોરો રોયલ્ટી વિના રેતી ચોરી કરી કરોડો રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા હોવાની ચર્ચા છે. જ્યાં જુઓ ત્યાંથી રેતી ચોરી થતી હોવાનો ગણગણાટ સાંભળવા મળે છે. ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતે શું ધ્યાન આપે છે. તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સ્થાનિક તંત્ર ચેકીંગ કરવા જતા હોય ત્યારે રેતી લીઝ સ્થળે સાધનો સ્થળ ઉપરથી હટાવી લેવાય છે અને નાવડીઓ પોત પોતાના સ્થળે(જગ્યા) ઉપર જતી રહે છે. જેના પરથી એવું પણ સ્પષ્ટ સમજી શકાય છે કે નિઝર તાલુકાના સ્થાનિક તંત્રની નાની મોટી ગતિવિધિઓ રેતી ચોરી કરનારાઓએ સાંઠ ગાંઠ ગોઠવી મેળવી લેતા હોવા જોઈએ ? જેથી ચેકીંગ આવતા પહેલા જ રેતી ચોરો એલર્ટ થઈ જાય છે. ત્યારે આવાં સ્થાનિક તંત્રની બેદરકારીને લીધે સરકારી તિજોરીને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા કલેકટરશ્રી આ બાબતે યોગ્ય તપાસ કરાવડાવે તો મોટા પ્રમાણમાં નિઝર તાલુકામા રેતી ચોરીના કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓ છે. હાલમાં જોવાનું રહ્યું કે આ રેતી ખનનની કાયદેસર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે પછી તંત્રના આશીર્વાદથી બધુ ચાલતુ રહેશે જે આવનાર સમયમાં ખબર પડશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.