તાપી જિલ્લા રમતવીરો જોગ સંદેશ : નડિયાદ ખાતે ૧૧ ફેબ્રુઆરીના રોજ સ્ટેટ ખેલો ઇન્ડિયા સેન્ટર ટેબલ ટેનિસ એકેડેમી માટે સિલેક્શન ટ્રાયલ યોજાશે

તાપી જિલ્લના પાત્રતા ધરાવતા રમતવીરોને ખેલો ઇન્ડિયા સેન્ટર ટેબલ ટેનિસ એકેડેમી માટે સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭ :- ભારત સરકારના SAI સેન્ટર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સ્ટેટ ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સિલેન્સ શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલ હેઠળ સ્ટેટ ખેલો ઇન્ડિયા સેન્ટર ટેબલ ટેનિસ એકેડેમી માટે સિલેક્શન ટ્રાયલ 11-02-2025 મંગળવારના રોજ હાઇ પર્ફોર્મન્સ સેન્ટર, નડિયાદ ખાતે યોજાશે.
સિલેક્શન ટ્રાયલ માટે અંડર-15ના ભાઈઓ/બહેનો તથા DLSS માં હાલમાં રહેતા ખેલાડીઓ ટ્રાયલ આપી શકશે, સિલેકશન ટ્રાયલમાં સાથે જન્મનો ઓરિજીનલ દાખલો,આધાર કાર્ડ,પાસપોર્ટ સાઇઝ ફોટો,સ્ટેટ મેડલના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ,નેશનલ સ્પર્ધામાં લીધેલ ભાગનું પ્રમાણપત્રની નકલ,રમત અનુરૂપ સાધનો/કીટ લાવવાની રહેશે.એમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી-તાપીની અખાબારી યાદીમાં જણાવાયું છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.