વ્યારામાં દક્ષિણ પ્રદેશકક્ષાનો બે દિવસીય કલા મહાકુંભ તા.૧૧-૧૨ના રોજ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૭. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી સંચાલિત દક્ષિણ પ્રદેશકક્ષાનો બે દિવસીય કલા મહાકુંભ -૨૦૨૫ વ્યારા ખાતે ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ યોજાશે. આ કલા મહાકુંભ સ્પર્ધામાં કુલ ૩૦ વિવિધ સંસ્કૃતિક કૃતિઓ અને કુલ ૪ વય જૂથ ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથ આ ૪ જૂથોમાં યોજાશે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જીલ્લાના વિજેતા કલાકારો આ સ્પર્ધાના સ્પર્ધકો હશે. દક્ષિણાપથ વિદ્યાલય ખાતે તારીખ ૧૧ફેબ્રુઆરી સવારે ૧૦.૦૦ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજી કલા મહાકુંભનો પ્રારંકરાશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતાબેન ગામીતની અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.