મા સરસ્વતી વિદ્યાલય ડોલવણ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ મા સરસ્વતી વિદ્યાલય ડોલવણ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જુ. કે.જી. થી ધોરણ ૮ ના ૧૫૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શ્રી સંજય ભાઈ શાહ રિટાર્યડ લેબર ઓફિસર વડોદરા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું અને શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત તથા વિવિધ કૃતિ ઓ રજુ કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી રાજેશ ભાઈ શેઠે 26 મી જાન્યુઆરી વિષે વક્તત્વ રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ માં હેતલબેન શેઠ, દિપ કુમાર શાહ, ડૉ. દ્રષ્ટિ શાહ, શ્વેતાબેન શાહ તથા શાળાના તમામ શિક્ષક શ્રી ઓ હાજર રહ્યા હતા. અંતે કાર્યક્રમ પુરો થતા આભાર વિધિ શાળાના આચાર્યાશ્રી યામિનીબેન પટેલે કરી હતી તેમજ કાર્યક્રમનું તમામ સંચાલન કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.