નિઝર તાલુકાના વ્યાવલ ગામે રાહદારીઓ માટે પીવાનાં પાણીનું ટેન્કર મુકાયું

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  :  નિઝર તાલુકાના વ્યાવલ ગામના બસ્ટેન્ડ પાસે આજ રોજ પાણીનું ટેન્કર મુકવવામાં આવેલ છે.

નિઝર તાલુકાના ન્યાય  સમિતિનાં અધ્યક્ષ રાજુભાઈ બધુભાઇ મોરે, સામાજિક કાર્યકર્તા સઁજયભાઈ ગોરખભાઈ પાડવી, વાસુદેવભાઇ હસરથભાઈ ઠાકરે તથા પોલીસ અને જી.આર.ડી.ના જવાનોના સહયોગથી પાણીનું ટેન્કર મુકવવામાં આવેલ છે. કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે સેનેટાઇઝર તેમજ લોકો માટે વારંવાર હાથ ધોવા માટે સાબુ પણ મુકવવામાં આવેલ છે. મહામારીમાં અવર જ્વર કરતા રાહદારી-મુસાફરો માટે પીવાનું પાણી અને હાથ ધોવા માટે પાણીની પણ સુવિધા કરવામાં આવેલ છે. ખરે ખર વ્યાવલ ગામના બસ્ટેન્ડ પાસે મુકવામાં આવેલ પાણીનું ટેન્કર લોકોને ખુબજ ઉપયોગી બની રહ્યું છે. જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી આ ટેન્કર મુકવવામાં આવશે. નિઝર તાલુકામાં પ્રથમ વખત એવું થયું છે કે કોઈ અનાજ વિતરણ કરે છે. તો કોઈ કીટ વિતરણ કરે છે. તો કોઈ ગરીબોને મદદ કરે છે. કોઈએ એવું વિચાર્યું ન હોય, કે આપણા જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે? આપણા જીવનમાં પાણી ખુબજ જરૂરી છે. પાણી વગર કોઈ પણ જીવ રહી શકતો નથી. આ લોકોએ એવું કરી બતાવ્યું છે કે પાણી દરેકને ઉપલબ્ધ થાય. ખરે ખર રોજિન્દા જીવનમાં પાણીનું ખુબજ જરૂરી છે. નિઝર તાલુકામાં આવું કોઈ વિચાર્યું ન હોય એવું આ લોકોએ કરી બતાવ્યું છે. અવર જ્વર કરતાં મુસાફરો માટે પીવાનું પાણી તેમજ હાથ ધોવા સાબુ, સેનેટાઈઝર અને સાથે પાણીની પણ સુવિધા કરવામાં આવેલ છે. કેમ કે કોરોના વાઇરસની મહામારી અટકાવવા માટે પ્રયાસ થઈ રહયો છે. ખરે ખર સેવાભાવિ લોકો આગળ આવીને લોકોની સેવા કરી રહયા છે. માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ આપતી આ એક પહેલ છે. જેને જોઈ  નિઝર તાલુકાના લોકો માનવતાનું આ દ્રશ્ય કદી પણ ભુલી શકશે નહીં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other