શિશુ / વિદ્યા ગુર્જરી શાળામાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે રમતગમત સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલિત શિશુ / વિદ્યા ગુર્જરી શાળામાં તા. 13/01/2025 ને સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે રમતગમત દિવસનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના વૃંદ દ્વારા સરસ્વતી માતાની ઉપાસના કરી કરવામાં આવી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટી વ્યારા તાલુકા – પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પંચાલ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના નગરના સંયોજક શ્રી ઋષિભાઈ નાયક તથા વ્યારા નગર યુવા મોરચાના મહામંત્રી શ્રી સાહિલભાઈ ગામીત મંચસ્થ થયા હતા.
શાળાના આચાર્યશ્રીએ શાબ્દિક તથા પૂષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યો આવકાર આપ્યો. કાર્યક્રમના અનુસંધાને શ્રી પ્રશાંતભાઈ પંચાલે ખેલ મહાકુંભના ઉદાહરણ દ્વારા, જેવી રીતે ડાંગ જિલ્લામાંથી આપણા રાજ્ય અને દેશને સરિતાબેન ગાયકવાડ જેવા રમતવીર પ્રાપ્ત થયા છે તેનું ઉદાહરણ આપ્યું હતું, અને રમતક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. તેની પણ વાત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરેલ, શિયાળામાં વ્યાયામનું મહત્વ સમજાવ્યું અને સ્વામી વિવેકાનંદના જન્મદિવસને સમગ્ર ભારતમાં ‘યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેની માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી એના અનુસંધાને જ આજ રોજ શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવી છે તેની રજૂઆત વિદ્યાર્થીઓ સમક્ષ કરી ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા રિબિન કાપી અને લીલી ઝંડી બતાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.
કાર્યક્રમને અંતે મહેમાનશ્રીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રમાણપત્રો વિજેતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા.
આમ, શાળામાં સમગ્ર દિવસ ઉત્સાહપૂર્વક સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે રમતોત્સવ ઉજવવમા આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.