સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે યુવા સંવાદનો કાર્યક્રમ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે યુવા સંવાદનો કાર્યક્રમ તથા ચિલ્ડ્રન હોમ ખાતે વિવિધ ભેટ આપવાનો કાર્યક્રમ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચિલ્ડ્રન હોમના બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદજી ઉપર વક્તવ્ય તેમજ વક્તા શ્રીવસંતભાઈ ગામીત દ્વારા યુવા સંવાદ નું માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2024 અંતર્ગત બાળકોને પતંગ દોરી, હાથની ઘડિયાળ, ટુવાલ, કંપોસ, પાણીની બોટલો, ચીકી, બેલ્ટ, ટોપી, વગેરે ભેટ આપવામાં આવી હતી.
લીમડા ચોક નવરાત્રી મહોત્સવ ના દાતાશ્રીઓ તથા નિર્ણાયકોને સત્કારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, રાજીવ જે. શાહ, વક્તા તરીકે પ્રોફેસર વસંતભાઈ ગામીત, માજી સૈનિક સંગઠનના સલાહકાર દિલીપભાઈ ગામીત, એન.આર.આઇ.શ્રી કિશોરભાઈ ફ્રુટવાળા, માંડવી થી લોકગાયક શ્રી ધવલસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.