સુરતની “છાંયડો” સંસ્થા દ્વારા ચાંપાવાડી PHC ખાતે દિવ્યાંગ વ્યક્તિઓનો કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી ખાતે દિવ્યાંગ વ્યક્તિઓનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતની “છાંયડો” સંસ્થાના ડોક્ટર ની ટીમ દ્વારા બધા લાભાર્થી નું ચેક અપ તથા કપાયેલા હાથ અને પગ નું મેઝરમેન્ટ લેવામાં આવ્યું હતું. જેમા કાન ની બહેરાશ વાળા ઘણા બધા લાભાર્થી ઓ એ લાભ લીધો હતો જેમા આજ રોજ કુલ કાન ની ખામી વાળા કુલ ૧૨૯ પેશન્ટ હતા જેમાંથી કાનની બહેરાશ વાળા ૧૧૪ પેશન્ટ મળ્યા હતા તેમાંથી ૧૫ પેશન્ટ રીજેક્ટ થયા હતા તેવી જ રીતે દિવ્યાંગ પેશન્ટ એટલે કપાયેલા હાથ , પગ અને લકવા વાળા કુલ ૯૮ પેશન્ટ આવ્યા હતા જેમાંથી ૭૯ પેશન્ટ દિવ્યાંગ મળતા તેમના માપ લીધા હતા અને ૧૯ પેશન્ટ રીજેક્ટ કર્યા હતા એમ કુલ કેમ્પ માં ૨૨૭ લાભાર્થીઓ એ લાભ લીધો હતો. આ તમામ લાભાર્થી ને આગામી તારીખ નક્કી કરી ને સાધનો નું વિતરણ કરવામાં આવશે જેમા વહીલચેર, કૃત્રિમ હાથ, પગ, ટ્રાઈસીકલ, સ્ટીક, વોકર અને ખાસ કાન ના મશીન વગેરે સાધનો ફ્રી માં સુરત ની ” છાંયડો” ની સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવશે. આમાં છાયડો ટ્રસ્ટ દ્વારા ડૉ. દામજીભાઈ કાનના ડોકટર શ્રી , તથા વાસવભાઈ દેસાઈ, મુકેશ ભાઈ શાહ અને તેમની ટીમ તથા જે સ્થળે આ કાર્યક્રમ જેમના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો તેવા માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. અનિલભાઈ વસાવા સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. પ્રણય પટેલ સાહેબ, ચંપાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ. શ્રી રાજેશભાઈ ચૌધરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આખી ટીમ એ ખુબ જ સહકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી રાજેશભાઈ શેઠ તાલુકા સુપરવાઇઝર વ્યારા દ્વારા કરવામાં આવ્યું હતું. આવા બધા લાભાર્થી ને શોધવા માટે જેમણે મહેનત કરી છે. તે તમામ આજુબાજુ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી તથા માયપુર નો તમામ આરોગ્ય સ્ટાફ નો આભાર માનવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.