પ્રાકૃતિક ખેતીમાં સફળ થયેલા વેલજીભાઈ પોતાના શબ્દોમાં સમગ્ર ખેડૂત સમાજને એક સંદેશો આપે છે

ખેડૂત વેલજીભાઈ

Contact News Publisher

“ખેડૂતો મક્કમ નિર્ણય લો તો તમને સફળતા મળશે જ”: ખેડૂત વેલજીભાઈ
——
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૬. મોડલફાર્મ બનાવી ખેતી કરતા વેલજીભાઈ ગામીતે વ્યારા તાલુકાના અણુમાલા ટાઉનશીપ ખાતે યોજાયેલ પ્રાકૃતિક પરિસંવાદમાં પોતાનો અનુભવ આંગતુક ખેડુતો સમક્ષ વ્યક્ત કર્યો હતો. વેલજીભાઈએ આ વર્ષે પોતાના મોડેલ ફાર્મમાં શેરડીનુ વાવેતર કર્યુ છે. શા માટે અત્યારની ચીલાચાલુ ખેતી છોડી ને પોતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેડૂતોએ કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ આ અંગે તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તે તેમના જ શબ્દોમાં જાણીએ. “રાસાયણિક ખેતીથી ખર્ચ વધારે આવે છે જ્યારે મોડેલ ફાર્મ પધ્ધતિથી બિયારણ ઓછુ વપરાય છે અને ઉત્પાદન વધે છે. બિયારણ ઓછુ જવાથી ખાતર પણ ઓછુ વપરાય છે જેનાથી એક ખેતરમાં 70 થી 80% બચત થાય છે. નિંદામણ પણ ઓછુ થાય છે. પ્રાકૃતિક ખેતી કરતો હોવાથી અગાઉથી જ 2 હજાર લિટરની ટાંકીમાં જીવામૃત બનાવી રાખું છુ. જેનો છટકાવ પાણીની સાથે કરવામાં આવે છે. અને પાણી સાથે આપો આપજીવામૃત ખેતરમાં બધે જ મળી રહે છે માટે મારે કોઈ મજૂરની જરૂર પડતી નથી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમીત્રો ને મારૂ એક જ સૂચન છે કે તમે ગણતરી પૂર્વક ખેતી કરો તો તમને આ ખેતીથી ખોટ નહી જાય. તમારે સજાગ થઈને ખેતી કરવાની છે તો તમને આવક થશે જ. ઉત્પાદન વધારે થાય તે માટે આયોજન કરો. આ પધ્ધતિ રાસાયણિક ખેતીથી તદન અલગ છે આમા તમારે બે મહિના, એક અઠવાડીયા કે બે દિવસ અગાઉ આયોજન કરવુ પડે છે. આ ઉપરાંત દેશી ગાય આધારિત ખેતીના પાંચે પાંચ આયામને અનુસરવાથી ખેતીનો વ્યાપ વધી જશે. મક્કમ નિર્ણય લો અને તે પ્રમાણે આગળ વધો. જેમકે બીજામૃત નાખવુ છે તો તમારે આગલા દિવસે તૈયાર કરવુ પડશે, પાકમાં કોઈપણ રોગ આવે તો ઊકાળો, દવાઓ, છંટકાવ તૈયાર રાખવુ પડે. પણ આપણુ વલણ એવુ હોય છે કે આપણે પાક માં જીવાત આવે તો રાસાયણિક દવા ખરીદીને તરત જ તેનો ઉપયોગ કરી લઈએ છે. પણ પ્રાકૃતિક ખેતીમાં અગાઉ થી આયોજન કરવુ પડે. મારી સૌને પ્રાર્થના છે કે તમે આ ખેતી જતન પૂર્વક કરો તમને સફળતા મળશે જ.”

૦૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other