તાપી જિલ્લાની બાગાયત ખાતાની કચેરીનું સરનામું બદલાયેલ હોવાથી ખેડૂતોને જાણ થવા જોગ સંદેશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬. તાપી જિલ્લામાં કાર્યરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિ- તાપી- વ્યારા નું કચેરીનું જૂનું સરનામું પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, જાપાનીઝ ફાર્મની સામે, ઉનાઇ રોડ, વ્યારા, જિ.-તાપી- ૩૯૪૬૫૦ હતું, જે આજરોજ તા. ૦૬/૦૧/૨૦૨૫ ના રોજ નવા સરનામે શિફ્ટ થયેલ હોય જે લગત સરનામું નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી જિલ્લા સેવા સદન, બ્લોક નંબર-૧૨, બીજો માળ, પાનવાડી, વ્યારા, જિ. તાપી (ફોન નં: ૦૨૬૨૬-૨૨૧૪૨૩) ઈ- મેલ: ddhtapi@gmail.com ખાતે બદલવામાં આવેલ છે. જેથી તમામ લાભાર્થીઑ દ્વારા અરજીઓ અને અન્ય જરૂરી સાધનીક કાગળો નવા સરનામે આપવા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.