ઉકાઇ જીઇબી કોલોનીનું ગૌરવ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લામાં વ્યારા તાલુકાનો તાલુકા કક્ષાનો કલામહાકુંભ વ્યારા ખાતે યોજાયો હતો. જેમાં ઉકાઇ ખાતે રહેતા અને વ્યારાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતાં નિશાંત નિલેશ મહાજન કે જેમણે એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો હતો અને સમગ્ર વ્યારા તાલુકામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નંબર મેળવતા શાળાના આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. નિશાંત મહાજનની આ સિદ્ધિથી સમગ્ર ઉકાઇ જીઇબી કોલોની પણ ગૌરવની લાગણી અનુભવે છે. સૌ કોલોનીવાસીઓએ પણ નિશાંતને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.