કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે કૃષિ પેદાશોનું બજાર વ્યવસ્થાપન વિષય ઉપર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો  

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાનાં ઉપક્રમે માન. કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે-તાપી ખાતે તા. ૦૨-૦૩/૦૧/૨૦૨૫ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા અને ચૌધરી ચરણસિંઘ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ (CCS-NIAM), જયપુરના સંયુક્ત ઉપક્રમે કૃષિ બજાર વિષય ઉપર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના કુલ ૮૦ પ્રગતિશીલ ખેડૂત અને ૨૦ ગ્રામસેવકશ્રીઑએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીની વિવિધ કૃષિ બજાર પધ્ધતિઓ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ખેડૂતો બજાર વ્યવસ્થાપન થકી ખેતઉત્પાદનોનો યોગ્ય ભાવ મેળવતા થાય અને જૂની પધ્ધતિઓ જે વિસ્તાર આધારિત માર્કેટિંગમાં મહત્વ ધરાવે છે એ જાળવી રાખવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં ડૉ. શર્માએ કૃષિલક્ષી પેદાશોના યોગ્ય વેચાણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા થતાં વિવિધ વિસ્તરણ કાર્યો વિશે ખેડૂતોને અવગત કર્યા હતા.

ડૉ. અમિત લાઠીયા, પ્લાનિંગ ઓફીસર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા માર્કેટિંગ એજન્સી, ઇન્સ્ટિટ્યૂસન અને માર્કેટિંગ ચેનલ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે કૃષિ પેદાશોના વેચાણ માટે બ્રાન્ડિંગનું મહત્વ, માર્કેટિંગની પધ્ધતિઓ અને માર્કેટિંગના જુદા જુદા ઓનલાઈન માધ્યમોની અગત્યતાની યોગ્ય ઉદાહરણ થકી સમજણ આપી હતી. વધુમાં તેમણે કૃષિ બજાર વ્યવસ્થાપનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ભૂમિકા અને મહત્વ વિશે સમજણ આપી હતી.

ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્ર્મનું મહત્વ સમજાવી માર્કેટ લેડ એકટેન્સન વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં ડૉ. પંડયાએ કૃષિક્ષેત્રે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેત ઉત્પાદનો વધારવા ખેડૂતોને હાકલ કરી હતી.

ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ), દ્વારા એગ્રો ટુરિઝમ થકી બજાર વ્યવસ્થાપન વિષય ઉપર સમજણ આપવામાં આવી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા મશરૂમમાં મૂલ્યવર્ધન વિષય ઉપર વિસ્તૃત જાણકારી આપી હતી. ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં પોસ્ટ હારવેસ્ટ મેનેજમેન્ટ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. જે. બી. બુટાણી વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) દ્વારા દૂધની મૂલ્ય વર્ધિત બનવટોના બજાર વ્યવસ્થાપન વિશે વિસ્તૃત સમજણ આપી હતી. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ વિષય ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોના બજાર વ્યવસ્થાપન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની મુંજવણોનું વૈજ્ઞાનિકશ્રીઑ દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવી હતી.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *