ચાઈનીઝ તુક્કલ, સિન્થેટિક માંઝા, પ્લાસ્ટિક દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
પશુપક્ષી, પર્યાવરણ તેમજ કોઈ દુર્ઘટના ન બને તે બાબતને ધ્યાને લઈને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.03. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર બોરડને ભારતીય સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ તથા વંચાણ-(૩) થી મળેલ સત્તાની રૂએ આગામી તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫, મકરસંક્રાંતિ (ઉતરાયણ)ના તહેવારને ધ્યાને લઈને કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારમાં ચાઈનીઝ તુક્કલ તેમજ પતંગ ચગાવવા માટે ચાઈનીઝ માંઝા, નાયલોન, અન્ય સિન્થેટીક માંઝા, પ્લાસ્ટિક દોરી, કાચા પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી, નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, મેટાલીક દોરાઓ, પ્લાસ્ટીક એર બલૂન, ઓડીઓ મેગ્રેટીક ટેપ તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવા ફમાવ્યું છે. આ જાહેરનામાની અમલવારી તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.