પુંસરી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ દાહોદ ખાતેનાં સ્પેસ એક્ઝિબિશનની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શાળાનાં બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત બાળકોને અનાજ મહાજન સાર્વજનિક એજુકેશન સોસાયટી આયોજીત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન ગિરધરનગર કોલેજ કેમ્પસ ખાતે દાહોદની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળાનાં 55 જેટલાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાશ સંબંધિત વિષયને આવરી લેતી ઉત્કૃષ્ટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અવકાશ સંબંધિત જુદાજુદા વિષયોનાં પ્રયોગો સાથે આનંદ અને કુતૂહલતા સાથે જ્ઞાન મેળવ્યું હતું.
જેમાં મુખ્યત્વે જોવાલાયક વિષયો પૈકી ISRO સંચાલિત શાખાઓ MATHS Deparment, BOTANY Department, Zoology Lab, PHYSICS Lab, CHEMISTRY Lab, SETTELITE MODULS, CHANDRAYAN 1 to 3, MANGALYAN, GAGANYAN, SPACE BUS, ROCKET LAUNCHING વિષયોમાં પ્રવૃતિમય રીતે દાર્શનિક અવલોકન કરવાની ઉત્તમ તક મેળવી હતી.
સદર બેગલેસ ડેની ઉજવણીનાં માર્ગદર્શક શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીનાં નેતૃત્વ હેઠળ શાળાનાં ગણિત, વિજ્ઞાન વિષયનાં શિક્ષિકા વંદનાબેન પંચાલ તધા ચૈતાલીબેન રાવલ દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પુંસરી પ્રાથમિક શાળાનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સાયન્સ પ્રોજેક્ટની સમજ આપવામાં આવી હતી. બાળકો દ્વારા પણ પરસ્પર પ્રશ્નોત્તરી કરી ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.