આદિજાતી વિસ્તારમાં બાગાયત વિકાસ કાર્યક્રમ એચ. આર. ટી-૩ યોજના હેઠળ આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું
વિનામૂલ્યે મધમાખીની હાઇવ્સ તથા કોલોની યોજનામાં લાભ લેવા માંગતા આદિજાતી વિસ્તારના મધમાખી પાલકો આગામી ૨૩ જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬. તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં સરકારની સહાયલક્ષી યોજના આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની હાઇવ્સ તથા કોલોની પુરી પાડવા માટેની યોજનામાં લાભ લેવા માંગતા ખેડુતો માટે તારીખ ૨૪/૧૨/૨૦૨૪ થી તા. ૨૩/૦૧/૨૦૨૫ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે. આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે બે મધમાખીની હાઇવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવશે.
આદિજાતી મધમાખી પાલકોને/સેલ્ફ હેલ્પ ગ્રુપ/સખી મંડળ/FPO/FPCના આદિજાતી સભાસદને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. કુટુંબદીઠ (એટલે કે રાશનકાર્ડ દીઠ) પુખ્ત વયની એક વ્યક્તિને લાભ મળવાપાત્ર રહેશે. લાભ લેવા માંગતા લાભાર્થીએ પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટનાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો – જાતિનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર(લાગુ પડતું હોય તો), સેલ્ફ હેલ્પ ગ્રૂપ/સખી મંડળ FPO/ FPCના આદિજાતી સભાસદ અંગેના પુરાવા(લાગુ પડતું હોય તો), સંસ્થાના રજીસ્ટ્રેશન અંગેના પુરાવા(લાગુ પડતું હોય તો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવા. વધુ માહિતી માટે કચેરીનો ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ અથવા ઈ- મેઇલ આઈડી ddht api@gmail.com પર સંપર્ક કરવાનો રહશે એમએમ નાયબ બાગયત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.