રાષ્ટ્રીય ખેડૂત દિવસ : જગતનાં તાત એવાં ખેડૂત મિત્રો વિવિધ યાંત્રિક ઉપકરણો, બિયારણ, ખાતર ઉપરાંત નવીન ખેતી પધ્ધતિ વિશે જાણકારી મેળવતાં કેમેરામાં કંડારાયા
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની મોટાભાગની વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. આપણી ભોજન થાળી સુધી ખોરાક પહોંચાડવા માટે ખેડૂતો આર્થિક અને સામાજિક પડકારોની સાથે માનસિક, શારિરીક ચિંતાઓ વચ્ચે અવિરત અથાગ પરિશ્રમ કરે છે. આ ખેડૂતોનાં નિઃસ્વાર્થ યોગદાનની કદરરૂપે – સન્માનરૂપે પ્રતિ વર્ષ 23 ડીસેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંપરાગત ખેતી કરતાં ખેડૂતો સમયની માંગ સાથે હવે અત્યાધુનિક ખેતી વિષયક સાધનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતાં થયાં છે ત્યારે જોગાનુજોગ આજનાં રાષ્ટ્રીય ખેડૂત દિવસનાં શુભ અવસરે નેશનલ હાઈવે નં. 8 પર આવેલ કડોદરા ચાર રસ્તા ખાતે યોજાયેલ કૃષિમેળામાં જગતનાં તાત એવાં ખેડૂત મિત્રો વિવિધ યાંત્રિક ઉપકરણો, બિયારણ, ખાતર ઉપરાંત નવીન ખેતી પધ્ધતિ વિશે જાણકારી મેળવતાં કેમેરાની નજરે પડ્યાં તે પ્રસંગની તસવીર.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ )