તાપી જીલ્લામાં મોબાઇલ ટાવરમાંથી બેટરી ચોરીની ઘટનામાં આરોપીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ ટીમ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : પો.ઈન્સ. શ્રી વી.કે.પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મીલ્કત સંબંધી ગૂનાઓ અટકાવવા પ્રયત્નોમાં હતાં
કુકરમુંડા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ બેટરી ચોરીના ગુનો તા-૧૨/૧૨/૨૦૨૪ જાહેર થયેલ, આ ગુનામાં ફુલવાડી ગામના મુખ્ય રોડ ઉપર આવેલ વોડાફોનના ટાવરના સેલ્ટર રૂમના અંદરથી કોઇ અજાણ્યા ચોરે ઈન્ડસ મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી, સેલ્ટર રૂમમાં ફિટ કરેલ વરલા પ્લસ 600 AH બેટરીઓ નંગ-૨૪ મળી કુલ્લે કિ.રૂ. ૭૨,૦૦૦/- મત્તાની ચોરી કરી નાશી જઇ ગુનો આચરેલ છે.
આ ગુનાની તપાસ દરમ્યાન ઈન્ડસ મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમની ફિટ કરેલ વરલા પ્લસ 600 AH બેટરીઓ નંગ-૨૪ મળી કુલ્લે કિ.રૂ. ૭૨,૦૦૦/- મત્તાની ચોરી જે (૧) અલ્ઝલઅલી સરફરાજઅલી સૈયદ ઉ.વ.૩૫ રહે, શાહદા ગરીબ નવાઝ કોલોની, તા.શાહદા જી.નંદુરબાર (મહા.) તથા (૨) અનવર s/o કૌસર ગુલામ રશુલ શેખ રહે,ઉ.વ.૪૫ શાહદા ગરીબ નવાઝ કોલોની,તા.શાહદા જી.નંદુરબાર (મહા.) એ કરેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. જેથી બન્ને આરોપીઓની ધરપકડ કરી ગુનામાં ઉપયોગ કરવામાં આવેલ પીળા કલરનું કેરીયર ટેમ્પો રીક્ષા, થ્રી વ્હીલર MH-5413 કિ.રૂ. ૨૫, ૦૦૦/- કબ્જે કરવામાં આવેલ છે. તપાસ હાલ ચાલુ છે.
પકડી પાડેલ આરોપીનુ નામ સરનામા:-
(૧) અડ્ઝલઅલી સરફરાજઅલી સૈયદ ઉ.વ.૩૫ રહે, શાહદા ગરીબ નવાઝ કોલોની, તા.શાહદા જી.નંદુરબાર (મહા.) તથા (૨) અનવર s/o કૌસર ગુલામ રશુલ શેખ રહે,ઉ.વ.૪૫ શાહદા ગરીબ નવાઝ કોલોની,તા.શાહદા જી.નંદુરબાર (મહા.)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
૧.પો.ઇન્સ શ્રી.વી.કે.પટેલ
૨.ASI જયરાજસિંહ કિશોરસિંહ
3. ASI ગંભીરસિંહ મહોબતસિંહ
૪. હેડ કોન્સ. રવિન્દ્રભાઈ છગનભાઈ
૫.હેડ કોન્સ. અર્જીસિંહ વિક્રમસિંહ
૬.પો.કો.પ્રશાંતભાઇ કિશોરભાઇ
૭.પો.કો. સાગરભાઈ મગનભાઈ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.