ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારાનો વાર્ષિક રમોત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી વાર્ષિક રમોત્સવ -2024-25 નું આયોજન કરવામાં આવેલ હતું. તા 16-12-2024 થી વાર્ષિક રમોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, રસ્સા ખેંચ, કેરમ, ચેસ, 100 મીટર દોડ, સંગીત ખુરશી અને સ્લો સાયકલિંગ જેવી રમતોમાં વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓને ભાગ લીધો હતો. સંસ્થાના આચાર્યશ્રી એમ એસ પટેલ તથા શ્રીમતી એસ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા રમોત્સવનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. રમતોત્સવ માટે શ્રી જલારામ એટરપ્રાઇસ વ્યારા, HIL LTD – ગોલણ, રામિબા મોટર્સ-વ્યારા , TAPI GREEN વ્યારા દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો. તા. 20-12-2024 ના રોજ તમામ રમતોના વિજેતાઓ જાહેર કર્યા બાદ રમતોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.