મહિલાને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા માંડલ હાઈસ્કુલ ખાતે કિશોરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

મહિલાઓ સ્વમાનભેર અને નીડરતાથી જીવી શકે તે માટે સરકારે કેટલીય યોજનાઓ બનાવી છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.5, તાપી. મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કેટલાક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. 25 નવે. થી 10 ડીસે. સુધી કુલ 16 દિવસના સમયગાળામાં મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં તા.૦૨ ડિસે.ના રોજ માંડલ હાઈસ્કુલ ખાતે મહિલાઅ અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં આઈ.ડી દેસાઈ, પી.એસ.આઈ.એ સાયબર ક્રાઈમ અંગે માહિતી પ્રદાન કરી હતી.પી.એ. પારેખ, શી ટીમના પી.એસ.આઈ. દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે તેમજ શી ટીમની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરીના જીગ્નેશભાઈએ મહિલાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક મીનાબેન પરમારે પોસ્કો એક્ટ એટલે શું? તેની જોગવાઇઓ વગેરે અંગે માહિતી આપી હતી. મહત્વના ફોન હેલ્પ લાઈન નંબર 100,112,181 અભયમ્, ચાઇલ્ડલાઇન જેવી સેવાઓની પણ માહિતી પૂરી પાડી હતી. DHEW ના પ્રતિનિધિ નલિનીબેન ચૌધરી દ્વારા જેન્ડર અસમાનતા શું છે તેના વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કાઉન્સેલર સ્વાતિબેન, રસીલાબેન ગામીત દ્વારા મહિલાઓને મળતી વિવિધ મદદ વિશે જણાવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો મળીને કુલ 500 જેટલા લોકો હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.