રાજ્યમાં પશુ હેરાફેરી નિયંત્રણ લાવવા અસરકાર કામગીરી કરતી કુકરમુંડા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ તાપી જીલ્લામાં મુંગા પશુ હેરાફેરી નિયંત્રણ લાવવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે પો.ઈન્સ. વી.કે. પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન પશુ ભરેલ આઇસર ટેમ્પો પકડી પાડી, જે બાબતે કાયદેસ કાર્યવાહી કરી કુકરમુંડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) રિયાઝ S/O અજીમખાન હમીદખાન જાતે પઠાન ઉ.વ.૨૭ રહે,જમાદાર ફળીયુ,સેલંબા તા.સાગબાર જી.નર્મદા તથા (૨) સહિર ઉર્ફે સાહિર S/O ઐયુબભાઇ રફીકભાઇ જાતે મકરાણી ઉ.વ.૨૫ રહે,જમાદાર ફળીયુ, સેલંબા તા.સાગબાર જી.નર્મદા ને ગુનાના કામે અટક કરી આ આરોપીઓ પાસેથી હેરાફેરી કરવામાં આવતી કુલ્લે ભેંસો નંગ-૧૬ કિ.રૂ.૪,૮૦,૦૦૦/- તથા ટ્રકની કિં.રૂ ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ ૨૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ છે. તથા આગળની વધુ તપાસ ASI અમિતકુમાર સન્મુખભાઇ કુકરમુંડા પો.સ્ટે. કરી રહેલ છે.
પકડી પાડેલ આરોપીનુ નામ સરનામા:-
(૧) રિયાઝ S/O અજીમખાન હમીદખાન જાતે પઠાન ઉ.વ.૨૭ રહે,જમાદાર ફળીયુ,સેલંબા તા.સાગબાર જી.નર્મદા તથા (૨) સહિર ઉર્ફે સાહિર S/O ઐયુબભાઇ રફીકભાઇ જાતે મકરાણી ઉ.વ.૨૫ રહે,જમાદાર ફળીયુ,સેલંબા તા.સાગબાર જી.નર્મદા
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
૧- પો.ઇન્સ.શ્રી વી.કે. પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશન
૨- ASI અમિતકુમાર સન્મુખભાઇ
૩- અ.હે.કો અર્જુનસિંહ વિક્ર્મસિંહ
૪- પો.કો. સંતોષભાઇ ગિરધરભાઇ
૫- પો.કો.પ્રશાંતભાઇ કિશોરભાઇ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.