વ્યારા ઉજ્જીવન બેન્કમાં ઉચાપતના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓજી.શાખાનાં પો.સ.ઈ.શ્રી એન.પી. ગરાસીયા તથા અ હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા આ હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા અહે.કો. શરદભાઈ સુરજીભાઇ વળવી તથા પ્રતિમાબેન રોહીતભાઇ ચૌધરી નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન અહે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા આહે.કો. રાજેન્દ્ર ચાદવરાવ ચિત્તેને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળેલ કે, વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ઉજ્જીવન બેન્કમાં ઉચાપતના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ઉર્વશીબેન મહેન્દ્રભાઇ ઢોડીયા ઉ.વ ર૯ રહે, વ્યારા સરકારી સ્ટેશન રોડ જીનની બાજુમાં તા.વ્યારા જી.તાપીની વોન્ટેડ હોય અને આ વોન્ટેડ આરોપી બેન વ્યારા ટાઉનમાં આવેલ સયાજી સર્કલ પાસે આવેલ હોવાની બાતમી આધારે વ્યારા સયાજી સર્કલ પાસે જતા આ કામની વોન્ટેડ આરોપી બેન ઉર્વશીબેન મહેન્દ્રભાઇ ઢોડીયા ઉ.વ. ૨૯ રહે, વ્યારા સરકારી સ્ટેશન રોડ જીનની બાજુમાં તા.વ્યારા જી.તાપીની વ્યારા સયાજી સર્કલ પાસે પકડાઇ જતા તા-૨૬/૧૧/૨૦૨૪નાં રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસસ્ટેશનને સોર્પેલછે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસીયા તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવી તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા પ્રતિમાબેન રોહીતભાઇ ચૌધરીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.