સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 26મી નવેમ્બર 2024ના રોજ, સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા “બંધારણીય દિવસ”ની ઉજવણી કરવામાં આવી. ડૉ. લતા નિંગૂ એ ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે જાગૃતિ અને પ્રશંસાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બંધારણના ઘડવૈયાઓનું સન્માન કરવા અને લોકશાહી, સમાનતા અને ન્યાયના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સિપાલ ડો. જ્યોતિ આર. રાવના માર્ગદર્શન હેઠળ ડૉ. ધૃણી ગવળી અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
