સહકાર ભારતી તાપી જિલ્લાની બેઠક મળી તથા જિલ્લાના નવા હોદ્દેદારોની નિમણૂક થઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિકસિત ભારતના નિર્માણમા સહકારીથી સમૃદ્ધિ લાવવા માટે સહકાર સપ્તાહની ઉજવણી સમગ્ર દેશમાં 14 થી 20 નવેમ્બર pદરમિયાન થઈ, જેના અનુસંધાનમાં સહકાર ભારતી તાપી જિલ્લા તરફથી સહકાર સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ એ.પી.એમ.સી. વ્યારા મુકામે આવેલ ખેડૂત ભવનમાં તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૪ રોજ ઉજવવામાં આવ્યો હતો.
જેમાં સહકાર ભરતી ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી જયંતીભાઈ કેવટ, સુરત વિભાગ સંયોજક પ્રવીણભાઈ ટેલર, સુરત જિલ્લા સહસંયોજક કૃણાલભાઇ પટેલ, એ.પી.એમ.સી. વ્યારાના પ્રમુખ શ્રી ગણેશ ચૌધરી, નવી નિમણૂકમાં તાપી જિલ્લા સહકાર ભારતી મહિલા પાંખની જવાબદારી માં મહિલા પ્રમુખ તરીકે, શ્રી.લીમાંબેન ગામીત, જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે શ્રી પ્રવીણભાઈ ગામીત, જિલ્લા મહામંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, તેમજ જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી કુલીન શિરિષ પ્રધાન (એડવોકેટ એન્ડ નોટરી)ની નિમણૂક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સહકાર ભારતીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ એડવોકેટશ્રી કુલીન પ્રધાન દ્વારા કરવામા આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.