રૂમકીતળાવ પી.એમ.શ્રી આદર્શ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી નિઝર પોલીસ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  ગઇ તા. ૧૭/૧૦/૨૦૨૪ ના રાત્રે 2:30 વાગ્યાથી તા.૧૯/૧૦/૨૦૨૪ ના સવારે 7:30 વાગ્યા દરમ્યાન  પી.એમ.શ્રી આદર્શ પ્રાથમીક શાળા રૂમકીતળાવના કોમ્પ્યુટર રૂમમાંથી લેપટોપ ચોરીનો બનાવ બનેલ હતો જે ગુના સબંધે પો.ઇ.શ્રી વી.કે. પટેલએ ખાનગી બાતમી મળેલ કે, રૂમકીતળાવ શાળામાં ચોરાયેલ લેપટોપ લઇ બે ઇસમો ઉચ્છલ તરફથી નિઝર તરફ આવે છે જેથી પો.ઈ.શ્રી વી.કે. પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા રૂમકીતળાવ ખાતે ખાનગી વોચ ગોઠવી આ અજાણ્યા બન્ને ઇસમોને પકડી પુછપરછ કરતા પોતાની પાસે રહેલ લેપટોપ પી.એમ.શ્રી આદર્શ પ્રાથમીક શાળા રૂમકીતલાવ માંથી ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ હોય જેથી આ બન્ને ઇસમો (૧) અશ્વિનભાઇ બટેસિંગભાઇ વસાવા ઉ.વ.૨૫ રહે, તાપી ખડકલા ડુંગર ફળિયું, તા. નિઝર જી.તાપી તથા (૨) મનેશભાઇ આનંદભાઇ વળવી ઉ.વ. ૨૦ રહે, તાપી ખડકલા મંદિર ફળિયું, તા.નિઝર જી.તાપીને અટક કરી ઉપરોક્ત ગુનામાં ચોરાયેલ (૧) એસેર કંપનીના લેપટોપ નંગ – ૦૨ જેની કિમંત રૂ. ૩૫,૦૦૦/- (૨) ૦૨ લેપટોપ વેચવા પેટે રોકડા – ૧૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ ૦૨ જેની કિમંત રૂ. ૫૫૦૦/- એમ મળી કુલ રૂ. ૫૦,૫૦૦/- મુદ્દામાલ કબ્જે કરલ છે તેમજ આ ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૪ બાળકોને ડીટેન કરવામાં આવનાર છે.

શોધાયેલ ગુનો-

(૧) નિઝર પો.સ્ટે.ના “A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૪૦૮૪૪ /૨૦૨૪, BNS કલમ – ૩૦૫ (ઇ), ૩૧૭(૨), ૩૩૧(૪), ૫૪ મુજબ

પકડાયેલ આરોપીઓ-

(૧) અશ્વિનભાઇ બટેસિંગભાઈ વસાવા ઉ.વ.૨૫ રહે, તાપીખડકલા ડુંગર ફળિયું, તા.નિઝર જી.તાપી

(૨) મનેશભાઇ આનંદભાઇ વળવી ઉ.વ. ૨૦ રહે, તાપીખડકલા મંદિર ફળિયું, તા. નિઝર જી.તાપી

કામગીરી કરનાર ટીમ :-

શ્રી પો..ઈ. શ્રી વી.કે. પટેલ પોલીસ ઇન્સ્પેકટર, તથા એ.એસ.આઇ. સંજયભાઈ મધુકરભાઈ તથા પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા પો.કો. અનિલભાઇ ઇન્દ્રસિંગ તથા પો.કો. સંતવાનભાઈ ગોમાભાઇ તથા પો.કો. હિરેનભાઇ શૈલેશભાઈ તથા પો.કો. નિલેશભાઇ બ્રિજલાલ તથા પો.કો. મુકેશભાઈ સેંધાજીએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *